
એઈમ્સ
એઈમ્સ એટલે કે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એ દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજ છે. જે દેશભરના વિવિધ રાજ્યોમાં આવેલી છે. એઈમ્સમાં દેશભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. અહીં દર્દીઓને એડવાન્સ ટેક્નોલોજીથી સારવાર આપવામાં આવે છે. AIIMSની સ્થાપના 1956માં થઈ હતી. આ સંસ્થા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત રીતે કાર્ય કરે છે.
AIIMSમાં સારવાર માટેની એપોઇન્ટમેન્ટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે. રાજકુમારી અમૃત કૌરની પહેલ પર AIIMS અસ્તિત્વમાં આવી હતી. દિલ્હી સ્થિત એઈમ્સની ઓપીડી તેમના નામ પરથી રાખવામાં આવી છે. હવે દિલ્હીમાં એઈમ્સમાં નવી ઓપીડી બિલ્ડીંગ પણ બનાવવામાં આવી છે. AIIMSમાં ઘણી ગંભીર બીમારીઓની સારવાર પણ કરવામાં આવે છે. AIIMS ની પોતાની કેન્સર ઇન્સ્ટિટ્યૂટ પણ છે, જેની એક શાખા ઝજ્જરમાં છે. એઈમ્સ હોસ્પિટલ હવે દેશના ઘણા બધા મોટા શહેરોમાં સેવા આપે છે. આ સિવાય અંગ ટ્રાન્સપ્લાન્ટ સહિત અનેક પ્રકારની મોટી સર્જરીઓ પણ અહીં કરવામાં આવે છે.
રાજકોટમાં નવી બનેલી AIIMSની ધરાશાયી ! ભેજના કારણે ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી, જુઓ Video
રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જેના પગલે કેટલાક જર્જરિત મકાનો કે બિલ્ડીંગ પડવાની ઘટના બનતી હોય છે. પરંતુ રાજકોટમાં નવી જ બનેલી એઈમ્સમાં છતનો એક ભાગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે.
- Mohit Bhatt
- Updated on: Oct 1, 2024
- 10:26 am
ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી ! AIIMSમાં દાખલ કરાયો શંકાસ્પદ દર્દી
AIIMS monkeypox suspected patient : વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. હવે ભારતમાં પણ તેનો ખતરો તોળાઈ રહ્યો છે. મંકીપોક્સના શંકાસ્પદ દર્દીને નવી દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 21, 2024
- 8:34 pm