ગીરસોમનાથ: સોમનાથમાં પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ- ફોટો
ગીરસોમનાથમાં પાંચ દિવસીય કાર્તિકી મેળાનો આરંભ થઈ ગયો છે. જિલ્લા કલેક્ટર એચ. કે વઢવાણિયાએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો. કાર્તિકી અગિયારશથી શરૂ થયેલ આ મેળો પાંચ દિવસ સુધી ચાલશે. દર વર્ષે આયોજિત થતા કાર્તિકી પૂર્ણિમાના આ મેળામાં લાખો લોકો આવે છે. વર્ષ 1955થી સતત આ મેળો યોજાઈ રહ્યો છે.

સોમનાથમાં લોક સંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણીસંગમ સમા કાર્તિકી પૂર્ણિમાના પાંચ દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. કલેક્ટર એચ. કે વઢવાણિયાએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો છે.

આ ભાતીગળ મેળામાં દર વર્ષે લાખો લોકો ઉમટે છે. જેમા જ્ઞાનવર્ધક, લલિતકલા, હસ્તકલા, મનોરંજન અને સોમનાથ @ 70 ગેલેરી સહિતના આકર્ષણો રહેશે.

કાર્તિકી પૂર્ણિમાનો આ મેળો સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. જે ત્રિવેણી સંગમ નજીક આવેલા ગોલોકધામ પાસે આવેલ હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજાયો છે.

મેળામાં મનોરંજન, ખાણીપીણી, બાળકો માટેની રાઈડ્સ, રમકડા, વેચાણ સ્ટોલ, ઈન્ડેક્સ સી સહિતના હસ્તકલા જેના આકર્ષક સ્ટોલ આકર્ષણ જમાવશે

જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સોમનાથની 70 પ્રદર્શની, પંચદેવ મંદિર, સેલ્ફી પોઈન્ટ્સ અને પ્રખ્યાત કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

કાર્તિકી મેળાને ધ્યાને રાખી 5 દિવસ દરમિયાન સોમનાથ મંદિરે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. કાર્તિકી પૂનમે રાત્રિના વિશેષ મહાપૂજા અને મહાઆરતી કરવામાં આવશે. Input Credit- Yogesh Joshi- Gir Somnath