ઈલેક્ટ્રિક બસ બનાવતી કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, માત્ર 4 વર્ષમાં 1 લાખના થયા 30 લાખ રૂપિયા
ઓલેક્ટ્રા ગ્રીન ટેકના શેરના ભાવ 6 જુલાઈ, 2020 ના રોજ 44.70 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 2237 શેર આવે. આજે એટલે કે, 2 જાન્યુઆરીના રોજ શેરના ભાવ 1359.50 રૂપિયા છે.

Olectra Greentech Ltd ભારતમાં ઈલેક્ટ્રિક બસ ઉત્પાદન અને ઈન્સ્યુલેટરમાં અગ્રણી કંપની છે. આ પ્રયાસ સાથે OGL ભારતમાં પાવર ટ્રાન્સમિશન અને વિતરણના નિર્માણનો એક ભાગ છે.

પર્યાવરણને સપોર્ટ કરવા માટે ઓલેક્ટ્રા વિઝન સમાજ માટે નવીન ઉકેલો વિકસાવીને એક નવા તબક્કા તરફ દોરી ગયું છે. તેના મિશનના ભાગ રૂપે ઓલેક્ટ્રાએ તેના વિકાસના માર્ગને નવા યુગની ગ્રીન ટેકનોલોજીમાં અપનાવ્યો છે.

ઓલેક્ટ્રા ગ્રીન ટેકના શેરના ભાવ 6 જુલાઈ, 2020 ના રોજ 44.70 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 2237 શેર આવે. આજે એટલે કે, 2 જાન્યુઆરીના રોજ શેરના ભાવ 1359.50 રૂપિયા છે.

આજના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 2237 શેર X 1359.50 રૂપિયા = 30,41,202. એટલે કે 30.41 લાખ રૂપિયા બની ગયા હોત. આ રીતે જો કોઈ વ્યક્તિએ વર્ષ 2020 માં 1 લાખ રૂપિયાના રોકાણ દ્વારા ઓલેક્ટ્રા ગ્રીન ટેકના શેર ખરીદ્યા હોય તો તે 30.41 લાખ રૂપિયા બની ગયા હોત.

ઓલેક્ટ્રા ગ્રીન ટેક લિમિટેડ દ્વારા સમયાંતરે ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કંપનીએ 0.80 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. તે મૂજબ ગણતરી કરીએ તો 2237 શેર X 0.80 રૂપિયા ડિવિડન્ડ = 1790 રૂપિયા. હવે શેરના ભાવ મૂજબના 30.41 લાખ રૂપિયામાં ડિવિડન્ડના 1790 રૂપિયા ઉમેરીએ તો કુલ રકમ 30,42,992 રૂપિયા થાય છે, એટલે કે 30.42 લાખ રૂપિયા.
