AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dalvada Recipe : વરસાદી માહોલમાં ગરમ ચા સાથે માણો દાળવડાની મોજ, આ સરળ ટીપ્સથી બનાવો

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાક સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવા વાતાવરણમાં દાળવડા ખાવાની મજા કંઈક અલગ હોય છે. તો આજે દાળવડા બનાવવાની સરળ ટીપ્સ જણાવીશું.

| Updated on: May 08, 2025 | 7:58 AM
ભારતમાં આમ તો અનેક પ્રકારના ભજીયા બનાવવામાં આવે છે. જેમાં મેથીના ગોટા, પાલકના ભજીયા, બટાકાના ભજીયા,મરચાંના ભજીયા સહિત અનેક પ્રકારના ભજીયા અને વડા બનાવવામાં આવે છે.

1 / 6
દાળવડા બનાવવા માટે મગની દાળ, લીલા મરચાં-આદું, મીઠું, લસણ, સહિતની સામગ્રીની જરુર પડશે. દાળવડા બનાવવા માટે સૌથી પહેલા મગની દાળને ધોઈને પાણીમાં 8 કલાક પલાળી રાખો.

2 / 6
મગની દાળ પલળી જાય એટલે તેને ફરી એક વાર ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. હવે દાળને મિક્સરમાં અધકચરી વાટી લો. ધ્યાન રાખો કે દાળ પીસતા સમયે પાણી વધારે ન પડી જાય.

3 / 6
હવે બેટરમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં લસણ-મરચાં અને આદુંની પેસ્ટ અને હીંગ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

4 / 6
ત્યારે બાદ એક પેનમાં દાળવડા તળવા માટે પેલ ગરમા કરવા માટે મુકો. આ ગરમ તેલમાં દાળવડા મુકતા જાવ. ધીમા તાપે દાળવડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.

5 / 6
દાળવડા ગોલ્ડન બ્રાઉન થાય પછી તેને તેલમાંથી બહાર કાઢી લો. હવે ગરમા ગરમ દાળવડાને લીંબુ, મરચાં અને ડુંગળી સાથે પીરસો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">