Women T20 World Cupના નવા શેડ્યૂલની થઈ જાહેરાત, આ દિવસે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે
મહિલા ટી20 વર્લ્ડકપનું આયોજન 3 ઓક્ટોમ્બરથી યુએઈમાં કરવામાં આવશે. ટૂર્નામેન્ટમાં આ વખતે કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી મેચ 4 ઓક્ટોબરના રોજ રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે.

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપનું આયોજન આ વર્ષ સંયુક્ત અરબ અમીરાતમાં થશે. આ પહેલા ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં થવાની હતી પરંતુ હવે આ ટૂર્નામેન્ટને સ્થાનાંતરિત કરવામાં આવી છે.

હવે દુબઈ અને શારશાહના સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપ રમાશે. ટૂર્નામેન્ટની આ9મી સીઝનમાં દુનિયાની શાનદાર ટીમો ભાગ લેશે.સૌની નજર આ રોમાંચક ટૂર્નામેન્ટની ટ્રોફી પર છે.

ટૂર્નામેન્ટના એ ગ્રુપમાં 6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ભારત,ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ સામેલ છે. જેમાં તમામ ટીમ એકબીજા સામે ટકરાશે. આમાંથી 2 બેસ્ટ ટીમ સેમિફાઈનલમાં સ્થાન બનાવશે. ગ્રુપ બીમાં સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ , બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડની ટીમ છે.આ ગ્રુપમાંથી પણ 2 ટીમ સેમિફાઈનલમાં પહોંચશે.

ટૂર્નામેન્ટ દરમિયાન દરેક ટીમ 4 ગ્રુપ મેચ રમશે. 14 અને 18 ઓક્ટોબરના રોજ સેમિફાઈનલ રમાશે અને 20 ઓક્ટોબરના રોજ દુબઈમાં ફાઈનલ રમાશે. સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે નક્કી કરવામાં આવ્યો છે. કુલ 23 મેચ રમાશે.

તમને જણાવી દઈએ કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી મેચ ન્યુઝીલેન્ડ સામે છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરના રોજ ભારતીય સમય અનુસાર 3.30 કલાકે મેચ રમાશે.
