Cameron Green IPL Salary : કેમેરોન ગ્રીન IPLના ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી બન્યો, પરંતુ તેમને 7.2 કરોડનું નુકસાન થયું
કેમેરોન ગ્રીનને IPL 2026ના ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા રેકોર્ડબ્રેક કિંમતે ખરીદવામાં આવ્યો હતો. આ ખેલાડીને 25.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, જોકે કેમેરોનને 7.2 કરોડનું નુકસાન થયું હતું. જાણો આટલું નુકસાન કેમ થયું.

આઈપીએલ 2026ના ઓક્શનમાં 350થી વધારે ખેલાડીઓની કિસ્મત દાવ પર લાગી છે. જેમાં 110 ખેલાડી વિદેશી છે. જેમાં કેમરોન ગ્રીન,લાયમ લિવિગ્સટન,ડેવન કોનવે જેવા મોટા નામ સામેલ છે.

પરંતુ મહત્વની વાત એ છે કે, વિદેશી ખેલાડીને અબુ ધાબીમાં થનારા ઓક્શનમાં 18 કરોડથી વધારે પૈસા મળશે નહી. આની પાછળનું કારણ બીસીસીઆઈનો એક નિયમ છે.

આ નિયમ મુજબ વિદેશી ખેલાડીઓને 18 કરોડ જ મળશે. પછી ભલે બોલી તેના પર વધારે કેમ ન લાગી હોય. આનો અર્થ એ થયો કે તેમનો પગાર મર્યાદિત કરવામાં આવ્યો છે.

BCCI એ IPL 2025 મેગા ઓક્શન પહેલા આ નિયમ લાગુ કર્યો હતો. અને હવે, તે IPL 2026 મીની ઓક્શન પર પણ લાગુ થશે.નવો નિયમ અમલમાં આવ્યા પછી, જો કોઈ વિદેશી ખેલાડી પર 20 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવે છે, તો તેને ફક્ત 18 કરોડ રૂપિયા મળશે, બાકીના 2 કરોડ રૂપિયા BCCI પ્લેયર્સ વેલફેર ફંડમાં જશે.

જોકે, ફ્રેન્ચાઇઝીઓએ ફક્ત તે રકમ ચૂકવવાની રહેશે જેટલી તેઓ બોલી લગાવે છે. આ IPL નિયમ ફક્ત વિદેશી ખેલાડીઓ પર જ લાગુ પડે છે. આ કારણે કેમેરોન ગ્રીનને 7.2 કરોડનું નુકસાન થયું છે.

કેમેરોન ગ્રીનને IPL 2026ના ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા રેકોર્ડબ્રેક કિંમતે ખરીદવામાં આવ્યો હતો.

આ ખેલાડીને 25.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, જોકે કેમેરોનને 7.2 કરોડનું નુકસાન થયું હતું. તેને 18 કરોડથી વધારે પૈસા મળશે નહી
Breaking News : કેમેરોન ગ્રીન સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો,કોલકાતાએ 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો અહી ક્લિક કરો
