IPL 2024 : એક હાથે સિક્સર મારનાર નેહલ વાઢેરા કોણ છે? જેની હાર બાદ પણ થઈ રહી છે ચર્ચા
રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં એક સમયે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 52 રનના સ્કોર પર પોતાની 4 વિકેટ ગુમાવી ચુકી હતી. ત્યારે નેહલ વાઢેરા તિલક વર્માની સાથે મળી ઈનિગ્સ સંભાળી રહ્યો હતો. તેમણે ટીમના સ્કોરને આગળ વધારવા મોટી ભુમિકા નિભાવી હતી.

આઈપીએલની 17મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં ભલે મુંબઈની ટીમને 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે પરંતુ એક એવો ખેલાડી છે જેના પ્રદર્શને સૌને પ્રભાવિત કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ મેચમાં પહેલા બેટિંગ કરવાની તક મળી હતી ત્યારબાદ તેમણે 52 રનના સ્કોર સુધી 4 વિકેટ ગુમાવી હતી. આ પરિસ્થિતિમાં બેટિંગ કરવા ઉતરેલા 23 વર્ષના નેહાલ વાઢેરા તે સમયે પિચ પર હતો, તિલક વર્માની સાથે મળી ઈનિગ્સને આગળ વધારવાની શરુ કરી, નેહાલે 24 બોલમાં 200થી વધુના સ્ટ્રાઈક રેટથી 49 રનની ઈનિગ્સમાં 3 ચોગ્ગા અને 4 સિક્સ ફટકારી હતી.

નેહાલની આ ઈનિગ્સથી પોતાની પ્રતિભા દેખાડી હતી. જેમાં તે ખુબ સરળતાથી રમતો જોવા મળ્યો હતો.નેહાલ વાઢેરાનો જન્મ 4 સપ્ટેમ્બર 2000ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો. નેહાલને બાળપણથી ક્રિકેટ રમવાનું પસંદ હતુ. તેના માતા-પિતા તેના આ જનુનને જોઈ 8 વર્ષની ઉંમરમાં ક્રિકેટ એકેડમીમાં મોકલ્યો હતો. અહિથી તેમણે અભ્યાસની સાથે સાથે ક્રિકેટમાં પણ પોતાની તાકાત દેખાડી હતી.

નેહાલને વર્ષ 2018માં ભારતીય અંડર-19 ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં તેમણે 81 રનની ઈનિગ્સ રમી સૌને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ 2003માં રણજી ટ્રોફી સીઝનમાં નેહાલને પંજાબની ટીમમાં સ્થાન મળ્યું હતુ. નેહાલે ગુજરાત વિરુદ્ધ મેચમાં 123 રનની ઈનિગ્સ રમી અને મધ્યપ્રદેશન વિરુદ્ધ મેચમાં તેના બેટમાંથી 214 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. ત્યારબાદ જિલ્લા ટૂર્નામેન્ટ રમી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે પંજાબની ટીમમાં પસંદગી કરવામાં આવી પરંતુ એક મેચ રમવાની પણ તક મળી નહિ.

નેહાલે આઈપીએલ રમવા માટે રાજસ્થાન રોયલ્સ માટે ટ્રાયલ આપ્યું હતુ. ત્યારબાદ 2022માં આઈપીએલ ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 લાખ રુપિયાની બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. નેહાલ પૂર્વ ખેલાડી યુવરાજ સિંહને પોતાનો આદર્શ માને છે.

23 વર્ષના ડાબોડી બેટ્સમેન અત્યારસુધી ક્રિકેટ કરિયર જોવા જઈએ તો 12 ફર્સ્ટ ક્લાસ મેચમાં 739 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને એક અડધી સદી સામેલ છે. ટી 20 મેચમાં 465 રન બનાવ્યા છે. નેહાલે આ સિવાય 6 લિસ્ટ એ મેચ પણ રમી છે. જેમાં તેમણે 106 રન બનાવ્યા છે.






































































