Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions trophy 2025 : વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ઇતિહાસ રચી શકે છે, આવું કરશે તો તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનશે

ચેમ્પિયન ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઈનલ મેચમાં જ્યારે વિરાટ કોહલી દુબઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે, તો તેના નિશાન પર એક મોટો રેકોર્ડ હશે.

| Updated on: Mar 04, 2025 | 10:05 AM
ICC ચેમ્પિયન ટ્રોફી 2025માં ગ્રુપ સ્ટેજની મેચો પૂરી થઈ ગઈ છે અને સેમિફાઇનલ માટેનો તબક્કો તૈયાર થઈ ગયો છે. નોકઆઉટ મેચો આજે એટલે કે મંગળવાર, 4 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ટીમ ઈન્ડિયા પ્રથમ સેમિફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.

1 / 6
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ સેમિફાઈનલ મેચ દુબઈમાં રમાશે. ગ્રુપ સ્ટેજમાં સતત 3 મેચ જીતી સેમિફાઈનલમાં સ્થાન બનાવનાર ટીમ ઈન્ડિયાનો ટાર્ગેટ હવે જીત મેળવી ફાઈનલની ટિકિટ મેળવવાનો છે.પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ સરળ નહી હોય કારણ કે, સામે ઓસ્ટ્રેલિયાની ટીમ છે.

2 / 6
ઓસ્ટ્રેલિયા સામે મેચ છે તો ચાહકો ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ પાસે સારા પ્રદર્શનની આશા રાખી રહ્યા છે. તેમાં સૌથી ખાસ નજર વિરાટ કોહલી પર છે. જેમણે પાકિસ્તાન સામે સદી ફટકારી હતી.

3 / 6
ત્યારે હવે ભારતીય ચાહકો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ વિરાટ કોહલીના બેટમાંથી સદી આવી તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જો કિંગ કોહલી 61 રન બનાવે છે તો વિરાટ કોહલી નવો ઈતિહાસ રચી દેશે.

4 / 6
 વિરાટ કોહલી ICC નોકઆઉટ મેચોમાં વિશ્વાસનું બીજું નામ બની ગયો છે. તે ICC નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. અત્યાર સુધીમાં ICC નોકઆઉટ મેચોમાં તેના બેટમાંથી 939 રન આવ્યા છે.

5 / 6
જો આજે વધુ 61 રન બનાવવામાં સફળ રહે છે, તો આઈસીસી નોકઆઉટ મેચમાં પોતાના 1000 રન પુરા કરશે. આવું કરનાર તે દુનિયાનો પહેલો બેટ્સમેન બની જશે. અત્યારસુધી કોઈ પણ બેટ્સમેન આવું કરી શક્યું નથી.

6 / 6

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">