કોણ છે નિતીન નબિન ? ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ?
ભાજપે ગઈકાલ રવિવારે તેના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી. આ સાથે, જેપી નડ્ડાએ હવે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે જેપી નડ્ડાની મુદત 2024 માં પૂરી થઈ હતી, પરંતુ ભાજપ પ્રમુખની ચૂંટણીમાં કેટલીક અવરોધોને કારણે તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.

RSS માપદંડ, મોદી-શાહના ઉમેદવાર, અને કાર્યકારી પ્રમુખ નીતિન નવીનની નિમણૂક સાથે ભાજપે શું સંદેશ આપ્યો ?
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. એવુ કહેવાય છે કે, કેટલીક રાજકીય ગણતરીઓ સાથે નીતિન નવીનને આટલી મોટી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ RSS માપદંડોને પૂર્ણ કરે છે, જોકે અંતિમ નિર્ણય સંપૂર્ણપણે વર્તમાન ભાજપ નેતૃત્વ, એટલે કે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જ નિર્ભર રહેશે તેમ ચર્ચાઈ રહ્યું છે.
ભાજપમાં પેઢીગત પરિવર્તનનો સંદેશ
નીતિન નવીન કાયસ્થ સમાજમાંથી આવે છે. આવી સ્થિતિમાં, જાતિ-તટસ્થ છબી સમાજના વિવિધ પ્રદેશો અને વર્ગોમાં તેની સ્વીકૃતિને વધારશે, જે ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષ માટે મહત્વપૂર્ણ છે.
જ્યારે રાષ્ટ્રીય રાજકારણ અને દિલ્હીના રાજકારણના પર્યાય બની ગયેલા એવા ભાજપના D4 (અરુણ જેટલી, અનંત કુમાર, સુષ્મા સ્વરાજ અને વેંકૈયા નાયડુ) ને પેઢીગત પરિવર્તનનો સંદેશ આપવાની જરૂર પડી, ત્યારે RSS એ દિલ્હીમાં નવા આવેલા અને મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય નીતિન ગડકરીને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.
હવે એક નવી પેઢી ઉભરી આવશે
નીતિન નબીને છત્તીસગઢ, સિક્કિમ અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે સેવા આપી છે, પરંતુ બિહાર તેમનું મુખ્ય ધ્યાન રહ્યું. આમ, નીતિન ગડકરીની જેમ, તેઓ દિલ્હીના સ્થાપિત રાજકીય વર્તુળોનો ભાગ બન્યા વિના ટોચનું સંગઠનાત્મક પદ સંભાળી રહ્યા છે.
સ્પષ્ટપણે, દિલ્હી સંગઠન અને સરકારમાં વર્ષોથી સ્થાપિત ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલની જગ્યાએ દિલ્હીની બહારના યુવા નેતાની પસંદગી વર્તમાન પેઢી માટે એક સંદેશ છે કે સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો થશે અને નવી પેઢીનો પક્ષમાં ઉદય થશે.
વિકેન્દ્રિત ભાજપ નેતૃત્વ
આરએસએસ માને છે કે, ભાજપનું નેતૃત્વ દિલ્હીમાં સત્તાના કોરિડોર સુધી મર્યાદિત રહેવાને બદલે વિકેન્દ્રિત અને પાયાના સંગઠન સાથે મજબૂત રીતે જોડાયેલું રહેવું જોઈએ.
પાર્ટી સંગઠનમાં નવી ઉર્જા
હવે જ્યારે પાર્ટીના કાર્યકારી પ્રમુખ 45 વર્ષના છે, ત્યારે આગામી દિવસોમાં પાર્ટી સંગઠનમાં આ પેઢીગત પરિવર્તન દેખાશે. ભવિષ્ય માટે ભાજપને તૈયાર કરવા માટે, યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને પાર્ટી સંગઠનમાં નવી ઉર્જાનો સંચાર કરવા માટે મુખ્ય પક્ષના પદાધિકારીઓની ઉંમર 45 થી 55 વર્ષની વચ્ચેની હોઈ શકે છે.
યુવા ચહેરાઓ માટે તકો
આનો મુખ્ય ફાયદો પાર્ટીમાં યુવા ચહેરાઓ માટે વધુ તકો હશે. જોકે, પક્ષના અનુભવી ચૂંટણી સંચાલકો, જેઓ પ્રમુખ પદના દાવેદારોમાં હતા, તેમને સંસદીય બોર્ડ જેવી નીતિ નિર્માણ સંસ્થાઓમાં સામેલ કરી શકાય છે, જેથી પક્ષ યુવા નેતૃત્વની સાથે વ્યૂહાત્મક અનુભવ પણ જાળવી રાખે.
દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.