શાહરૂખ ખાનની ટીમમાં 2 પાકિસ્તાની ખેલાડીઓની એન્ટ્રી, નાઈટ રાઈડર્સે આપી તક
છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા તણાવને કારણે, પાકિસ્તાની ખેલાડીઓ પર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા પર પ્રતિબંધ છે. પરંતુ IPLની બહાર ઘણી લીગ એવી છે જેમાં IPL ફ્રેન્ચાઈઝી માલિકોની ટીમો હોય છે અને પાકિસ્તાની ખેલાડીઓ તેમાં રમતા જોવા મળે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે, જે તાજેતરમાં પહેલગામ હુમલા પછી 3 દિવસ સુધી ચાલેલા લશ્કરી મુકાબલાના સ્વરૂપમાં જોવા મળ્યો હતો. ત્યારથી, પાકિસ્તાનનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ આવા સમયે, શાહરૂખ ખાનની ટીમમાં 2 પાકિસ્તાની ખેલાડીઓને તક મળી છે.

શાહરૂખ ખાનની આ ટીમ ટ્રિન્બાગો નાઈટ રાઈડર્સ (TKR) છે, જે વેસ્ટ ઈન્ડિઝ T20 ટુર્નામેન્ટ કેરેબિયન પ્રીમિયર લીગની એક મહત્વપૂર્ણ ફ્રેન્ચાઈઝી છે. આ ફ્રેન્ચાઈઝીએ CPL 2025 સીઝન શરૂ થાય તે પહેલાં તેની ટીમની જાહેરાત કરી હતી, જેમાં 2 પાકિસ્તાની ખેલાડીઓને તક મળી છે.

આ બે પાકિસ્તાની ખેલાડીઓ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર અને ઓફ સ્પિનર ઉસ્માન તારિક છે. TKR એ નવી સીઝન માટે આ બંને ખેલાડીઓને વિદેશી ખેલાડીઓ તરીકે કરારબદ્ધ કર્યા છે. બંને પહેલીવાર આ ફ્રેન્ચાઈઝી માટે રમતા જોવા મળશે.

જોકે, આ ખેલાડીઓ CPLમાં ફક્ત નાઈટ રાઈડર્સ માટે જ રમતા જોવા મળશે અને IPLમાં તેમના રમવા પર હજુ પણ પ્રતિબંધ જ રહેશે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ વિદેશી લીગમાં ભારતીય માલિકોની માલિકીની ફ્રેન્ચાઈઝીમાં રમી રહ્યા હોય. (ફોટો: ગેટ્ટી ઈમેજીસ)

જ્યાં સુધી TKRની ટીમનો સવાલ છે, આ ટીમમાં વિશ્વ ક્રિકેટના પ્રખ્યાત અને વિસ્ફોટક ખેલાડીઓ જેમ કે કિરોન પોલાર્ડ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, સુનીલ નારાયણ, એલેક્સ હેલ્સનો સમાવેશ થાય છે. CPLની 13મી સિઝન 15 ઓગસ્ટથી શરૂ થશે. (All Photo Credit : Getty Images / PCB)
શાહરૂખ ખાનની ક્રિકેટ ફ્રેન્ચાઈઝી નાઈટ રાઈડર્સ IPL સિવાય અન્ય દેશોની T20 લીગમાં પણ ભાગ લે છે. શાહરૂખ ખાન સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
