6 ફૂટ 3 ઈંચના 21 વર્ષીય બોલરે પાકિસ્તાનમાં મચાવ્યો આતંક, પાકિસ્તાનના બેટ્સમેનો ઘૂંટણિયે

રાવલપિંડી ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાનનો બીજો દાવ માત્ર 172 રનમાં સમેટાઈ ગયો હતો. બાંગ્લાદેશના ઝડપી બોલરોએ તમામ 10 વિકેટો લીધી હતી. હસન મહમૂદે 5 વિકેટ લીધી હતી પરંતુ 21 વર્ષીય ફાસ્ટ બોલર નાહિદ રાણાએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું.

| Updated on: Sep 02, 2024 | 6:07 PM
ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે બાંગ્લાદેશ જેવી નબળી ટીમ સામે પાકિસ્તાનને તેની જ ધરતી પર ટેસ્ટ મેચમાં સંઘર્ષ કરવો પડશે. માત્ર એક મેચમાં જ નહીં પરંતુ સમગ્ર શ્રેણીમાં બાંગ્લાદેશના ફાસ્ટ બોલરો પાકિસ્તાનના બેટ્સમેનો પર ભારે પડ્યા હતા.

1 / 6
રાવલપિંડીમાં ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશી ફાસ્ટ બોલરોએ પાકિસ્તાનને માત્ર 172 રનમાં આઉટ કરી દીધું. પાકિસ્તાનની તમામ 10 વિકેટ બાંગ્લાદેશી ફાસ્ટ બોલરોએ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત બાંગ્લાદેશના ફાસ્ટ બોલરોએ આ સિદ્ધિ મેળવી હતી. આમાં પણ 21 વર્ષના બોલરે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે 3 વર્ષ પહેલા જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

2 / 6
પાકિસ્તાનની ખરાબ હાલત કરવામાં ફાસ્ટ બોલર હસન મહમૂદે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી પરંતુ ડાબોડી ફાસ્ટ બોલર નાહિદ રાણા ચર્ચાનો વિષય બન્યો હતો. માત્ર 21 વર્ષના આ ફાસ્ટ બોલરે પોતાની તોફાની સ્પીડથી પાકિસ્તાની બેટ્સમેનોને ચોંકાવી દીધા હતા.

3 / 6
લગભગ 6 ફૂટ 3 ઈંચની ઊંચાઈ ધરાવતા આ બોલરે સતત 140થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને પાકિસ્તાનને પરેશાન કરી નાખ્યું હતું. તેને પ્રથમ દાવમાં માત્ર 1 વિકેટ મળી હતી પરંતુ બીજી ઈનિંગમાં તેણે પાકિસ્તાનની કમર તોડી નાખી હતી.

4 / 6
ચોથા દિવસે બીજી ઈનિંગમાં નાહિદે સતત 3 ઓવરમાં પાકિસ્તાની કેપ્ટન શાન મસૂદ, સ્ટાર બેટ્સમેન બાબર આઝમ અને વાઈસ કેપ્ટન સઈદ શકીલની વિકેટ લઈને પાકિસ્તાનને ચોંકાવી દીધું હતું. નાહિદ રાણાએ અબરાર અહેમદને આઉટ કરીને ચોથી વિકેટ મેળવી હતી.

5 / 6
નાહિદના પ્રદર્શનની સૌથી પ્રભાવશાળી વાત એ છે કે તેણે 3 વર્ષ પહેલા જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. 18 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટર કારકિર્દી શરૂ કરી. તેને અંડર-19 ક્રિકેટ રમવાની તક ન મળી. પછી 19 વર્ષની ઉંમરે, તેણે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું અને પછીની સિઝનમાં જ નેશનલ ક્રિકેટ લીગમાં 32 વિકેટ લઈને હલચલ મચાવી. છેલ્લે, આ વર્ષે તેણે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યૂ કર્યું અને 5 વિકેટ લીધી હતી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">