Women’s World Cup 2025: વર્લ્ડ કપની ટિકિટ એક કોફી કરતા પણ સસ્તી, કિંમત જાણીને ચોંકી જશો
ICCએ 4 સપ્ટેમ્બર થી ટિકિટની પ્રી સેલ શરુ કરી છે. જે 4 દિવસ સુધી ચાલશે. આ પ્રી -સેલમાં દરેક વ્યક્તિ ભાગ લઈ શકશે નહી કારણ કે, આ માત્ર ગૂગલ પેના ગ્રાહકો માટે શરુ કરવામાં આવી છે. પરંતુ 9 સપ્ટેમ્બરથી રેગ્યુલર સેલ શરુ થશે. જેમાંથી તમામ ચાહકો ટિકિટ ખરીદી શકશે.

ભારત અને શ્રીલંકામાં આઈસીસી મહિલા વર્લ્ડકપ 2025 શરુ થશે. જેમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટની શરુઆત 30 સપ્ટેમ્બરથી થશે. જેના માટે ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે.

ક્રિકેટ ચાહકો છેલ્લા ઘણાઅઠવાડિયાથી ટિકિટની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ રાહનો અંત આવ્યો છે. આ ટિકિટની કિંમત ખુબ જ ઓછી છે. જેને જાણી તમે પણ ચોંકી જશો. કોઈ કોફી શોપમાં મળતી એક કપ કોફીથી પણ આ સસ્તી ટિકિટ છે. હા વર્લ્ડકપ ની ટિકિટ માત્ર 100 રુપિયાથી શરુ થાય છે.

4 દિવસ સુધી ચાલશે પ્રી-સેલ. આ પ્રી સેલ વિન્ડો રેગુલર ટિકિટ સેલ પહેલા એક ખાસ અવસર પર શરુ કરવામાં આવ્યો છે.ICCના નિવેદન મુજબ, 4 સપ્ટેમ્બરથી શરૂ થયેલો આ સેલ 4 દિવસ સુધી ચાલશે. જોકે, આ 4 દિવસનો પ્રી-સેલ દરેક માટે નથી. તે ફક્ત Google Pay ગ્રાહકો માટે રાખવામાં આવ્યો છે, જેઓ આ સમયગાળા દરમિયાન ટિકિટ ખરીદી પર 100 રૂપિયા સુધીનું કેશબેક પણ મેળવી શકે છે. જોકે, ટિકિટની કિંમત ફક્ત 100 રૂપિયા રહેશે.

ICC એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ખાસ પ્રી-સેલ વિન્ડો પૂર્ણ થયા પછી, વેચાણનો બીજો રાઉન્ડ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં તમામ પ્રકારના ચાહકો ટિકિટ ખરીદી શકશે. તે 9 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે અને ટિકિટ આ લિંક - Tickets.cricketworldcup.com પરથી ખરીદી શકાય છે.

એટલું જ નહીં, ICC દ્વારા ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહની પણ જાહેરાત કરવામાં આવી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં બે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ પહેલા, એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં બોલિવૂડ સુપરસ્ટાર સિંગર શ્રેયા ઘોષાલ પોતાના ગીતો દ્વારા ચાહકોનું મનોરંજન કરશે.

વર્લ્ડ કપની વાત કરીએ તો, આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ટુર્નામેન્ટની ફાઇનલ 2 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપની મોટાભાગની મેચ ભારતમાં રમાશે, જ્યારે ફક્ત પાકિસ્તાની ટીમ શ્રીલંકામાં તેની મેચ રમશે. જો પાકિસ્તાન સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચે છે, તો તે મેચો પણ શ્રીલંકામાં રમાશે.

જો પાકિસ્તાન લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ જાય છે, તો ફાઇનલ ભારતમાં રમાશે. ભારત અને શ્રીલંકા ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો
