IPL 2025: શુભમન ગિલે આ ખેલાડી માટે છોડ્યા કરોડો રૂપિયા, આપ્યું મોટું બલિદાન

IPL 2025ના રિટેન્શન પહેલાના મોટા સમાચાર એ છે કે ગુજરાત ટાઈટન્સ શુભમન ગિલ અને રાશિદ ખાન બંનેને રિટેન કરશે. રસપ્રદ વાત એ છે કે શુભમન ગિલ એક ખેલાડી માટે કરોડો રૂપિયા છોડવા તૈયાર છે, જાણો શું છે મામલો.

| Updated on: Oct 29, 2024 | 8:30 PM
એક તરફ દરેક ખેલાડી કરોડો રૂપિયા કમાવવા માંગે છે તો બીજી તરફ એક એવો ખેલાડી છે જે પોતાની ટીમ માટે કરોડો રૂપિયા છોડવા માટે તૈયાર છે. અમે વાત કરી રહ્યા છીએ શુભમન ગિલની, જેણે IPL 2025 પહેલા જોરદાર બલિદાન આપ્યું છે.

1 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ટાઈટન્સ ટીમ રાશિદ ખાન અને શુભમન ગિલ બંનેને રિટેન કરવા જઈ રહી છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે રિટેન થનાર પ્રથમ ખેલાડી શુભમન ગિલ નહીં પરંતુ રાશિદ ખાન હશે. શુભમન ગિલ ટીમનો સુકાની છે, પરંતુ તેમ છતાં તે રાશિદ બાદ નંબર-2 રિટેન ખેલાડી તરીકે ટીમમાં રહેવા તૈયાર છે.

2 / 5
શુભમન ગિલ બીજા નંબર પર રિટેન થવા માટે તૈયાર છે, તે પોતાનામાં મોટી વાત છે. વાસ્તવમાં આ ખેલાડી ટીમ ઈન્ડિયાનું મોટું નામ બની ગયો છે. તેને આગામી T20 અને ODI કેપ્ટન માનવામાં આવે છે. તેની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. વર્તમાન ખેલાડીઓમાં ગિલની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ છે, પરંતુ તેમ છતાં તે નંબર 2 પર રિટેન રહેવા તૈયાર થયો છે.

3 / 5
હવે શુભમન નંબર-2 રિટેન ખેલાડી તરીકે ટીમમાં યથાવત રહેશે, તેનો અર્થ એ પણ છે કે શુભમનને રાશિદ ખાન કરતા ઓછા રૂપિયા મળશે. IPL રિટેન્શનના નિયમો અનુસાર, પહેલા રિટેન કરાયેલા ખેલાડીને 18 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે બીજા રિટેન ખેલાડીને 14 કરોડ રૂપિયા મળશે.

4 / 5
શુભમન ગિલના આ નિર્ણયને ચાહકો સલામ કરી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે ગિલે ટીમ માટે પોતાના અહંકારને સામે આવવા દીધો નથી, જે ભાગ્યે જ જોવા મળે છે. ગિલ એ પણ જાણે છે કે ગુજરાત ટાઈન્સનો સૌથી મોટો મેચ વિનર જો કોઈ હોય તો તે રાશિદ ખાન છે. જો રાશિદ ખાન ગુજરાતની ટીમમાં નહીં હોય તો આ ટીમનું સંતુલન બગડી શકે છે. આ જ કારણ છે કે એવા અહેવાલો હતા કે જો ગિલને નંબર વન પર જાળવી રાખવામાં આવે છે તો રાશિદ ખાન હરાજીમાં જઈ શકે છે. હવે ગિલે આ સમાચારોનો અંત લાવી દીધો છે. (All Photo Credit : PTI/Getty)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">