વિરાટ કોહલીની જેમ 18 નંબરની જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો રિષભ પંત, કમબેક મેચમાં બનાવી હેડલાઈન
ત્રણ મહિના બાદ રિષભ પંત ક્રિકેટ મેદાનમાં પાછો ફર્યો છે, અને ખાસ વાત એ છે કે તે 18 નંબરની જર્સી પહેરી રમવા મેદાનમાં ઉતર્યો હતો. તે દક્ષિણ આફ્રિકા A સામે ભારત A ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.

ઈજામાંથી સ્વસ્થ થયા બાદ રિષભ પંત મેદાનમાં પાછો ફર્યો છે. તે દક્ષિણ આફ્રિકા A સામે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત A ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આ મેચ બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાઈ રહી છે.

રિષભ પંતે તેની કમબેક મેચમાં બધાની ધ્યાન ખેંચ્યું હતું કારણકે તે 18 નંબરની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો હતો. તે 18 નંબરની જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો છે.

ભારતીય ક્રિકેટમાં જર્સી નંબર 18 નું વિરાટ કોહલી સાથે કનેક્શન છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલી જર્સી નંબર 18 પહેરીને જ રમે છે. કોહલી હવે ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.

આ વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રિષભ પંતને ઈજા થઈ હતી. તેને પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ત્રણ મહિના માટે ક્રિકેટથી દુર થઈ ગયો હતો. હવે ઓક્ટોબરમાં તે મેદાનમાં પાછો ફર્યો હતો.

રિષભ પંતે ટોસ જીતીને દક્ષિણ આફ્રિકા A સામે બોલિંગ કરવાનો નિર્ણય લીધો. દક્ષિણ આફ્રિકા A સામેની આ મેચ રિષભ પંત માટે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા મેચ પ્રેક્ટિસનો ભાગ છે. (PC: X/PTI)
રિષભ પંત વર્તમાન સમયમાં ભારતનો બેસ્ટ વિકેટકીપર બેટ્સમેન છે. રિષભ પંત સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
