Rishabh Pant Accident: માનવતા શર્મસાર, લોહીથી લથબથ પંતના રૂપિયા લઈને લોકો ભાગ્યા
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર રિષભ પંત (Rishabh Pant)નો શુક્રવારે સવારે અકસ્માત થયો હતો. તેમની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી.

રિષભ પંતના અક્સ્માત મામલે એક મોટો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર રિષભ પંત જ્યારે લોહીથી લથબથ હતો, ત્યારે કેટલાક લોકો પંતના પૈસાને લઈને ભાગ્યા હતા.

રિષભ પંતને ડોક્ટરોએ ઈજા બહાર હોવાનું જણાવ્યું છે. પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે (PC-TWITTER)

સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ પંતની ગાડીમાં એક બેગ હતુ. જેમાં થોડા પૈસા હતા. અક્સ્માત બાદ પંત ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયો હતો. આ દરમિયાન કેટલાક યુવાન તેની પાસે પહોંચ્યા, તેમણે ક્રિકેટરની મદદના બદલે તેના બેગમાંથી પૈસા લઈ ફરાર થયા હતા.

રિષભ પંતના કારના અક્સ્માતની જાણકારી ઉત્તરાખંડ પોલીસને હરિયાણા રોડવેજના એક ડ્રાઈવર અને કંડક્ટરને ફોન કરી આપી હતી. સુચના મળતા જ નારસલ ચેક પોસ્ટ પર તૈનાત ઉત્તરાખંડ પોલીસના જવાનો પંતની પાસે પહોંચ્યા અને તેને પ્રાર્થમિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. (PC-TWITTER)

રિષભ પંતના પગમાં ફ્રેક્ચર થયું છે. તેના માથામાં ઈજા છે. ઉપરાંત, પીઠ અને હાથ પર ઈજા છે. જોકે, સારી વાત એ છે કે તેની સાથે મોટો અકસ્માત થયો હોવા છતાં તેનો જીવ બચી ગયો હતો. તમને જણાવી દઈએ કે અકસ્માત બાદ તેમની કારમાં આગ લાગી હતી પરંતુ પંત સમયસર બહાર નીકળી ગયો હતો.