PHOTOS : રિંકૂ સિંહ આર્યલેન્ડ પહોંચતા જ આવ્યો ચર્ચામાં, તસવીર જોઈ ચોંક્યા ફેન્સ
India vs Ireland T20 series : ટીમ ઈન્ડિયા ટી20 સિરીઝ માટે આયર્લેન્ડ પહોંચી છે. યુવા ખેલાડીઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી છે, જેના ફોટો પણ સામે આવ્યા છે. T20 સિરીઝની પ્રથમ મેચ 18 ઓગસ્ટના રોજ માલાહાઇડમાં રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમ આયર્લેન્ડના પ્રવાસે પહોંચી છે. ટીમ ઈન્ડિયાએ માલાહાઈડમાં યોજાનારી 3 મેચની ટી-20 સિરીઝ માટે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. બુધવારે, BCCIએ ટીમ ઈન્ડિયાની એક તસવીર પોસ્ટ કરી જેમાં તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ મસ્તી-મજાકના મૂડમાં જોવા મળ્યા હતા. (PC-BCCI)

ભારતીય ટીમે ટી20 સિરીઝ માટે પોતાની રણનીતિ પર વિચાર કર્યો. તમને જણાવી દઈએ કે આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા ઘણા યુવા ખેલાડીઓ સાથે એન્ટ્રી કરવા જઈ રહી છે. ટીમની કમાન જસપ્રીત બુમરાહ સંભાળી રહ્યો છે, જે લાંબા સમય બાદ ફિટ થઈને ટીમમાં પાછો ફર્યો છે. (BCCI)

રિંકૂ સિંહ પણ આયર્લેન્ડ પહોંચતાની સાથે જ ચર્ચામાં આવી ગયો છે. તમને જણાવી દઈએ કે જ્યારે ટીમ ઈન્ડિયા ઉભી હતી ત્યારે રિંકુ સિંહે માત્ર ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા. આયર્લેન્ડમાં ખૂબ જ ઠંડી છે અને રિંકુ સિંહના આ કપડા તેને લાઇમલાઇટમાં લાવવાનું કારણ બન્યા હતા (PC-BCCI)

IPL 2023માં શાનદાર પ્રદર્શન બાદ રિંકૂ સિંહને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. આ પ્રવાસમાં તેને ડેબ્યૂ કરવાની તક પણ મળી શકે છે. આ ડાબા હાથના બેટ્સમેનને એશિયન ગેમ્સ માટે પણ પસંદ કરવામાં આવ્યો છે. (Instagram)

આયર્લેન્ડ સિરીઝ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. આ સિરીઝથી બુમરાહની ફિટનેસ યોગ્ય રીતે જાણી શકાશે. આ સિવાય કૃષ્ણાની ફિટનેસ પર પણ નજર રાખવામાં આવશે. સાથે જ તમામની નજર યુવા ખેલાડી જીતેશ શર્મા પર રહેશે. (Instagram)