રાહુલ ગાંધી
રાહુલ ગાંધી ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર છે. તેમની માતાનું નામ સોનિયા ગાંધી છે. તેમનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના દાદી ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી હતા. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્ર છે, તેમને એક બહેન, પ્રિયંકા ગાંધી છે જે પણ રાજકારણમાં સક્રિય છે.
રાહુલે 2004માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી તેઓ ઉત્તર પ્રદેશના તેમના પિતાના મતદારક્ષેત્રમાંથી અમેઠીથી પ્રથમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. 24 સપ્ટેમ્બર, 2007 ના રોજ તેમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં થયું હતુ, અને પછી દેહરાદૂન ગયા. તેમણે હાર્વર્ડ કોલેજ અને રોલીન કોલેજ, ફ્લોરિડામાં પ્રવેશ લીધો, જ્યાંથી તેમણે બેચલર ઓફ આર્ટ સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. રાહુલએ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી વિકાસ અધ્યયનમાં પોતાનો એમ એમ ફિલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે ખાનગી કંપનીઓ માટે કામ કર્યું હતું. તેઓ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. 2019માં તે કેરળના વાયનાડથી સાંસદ બન્યા છે.