ICC રેન્કિંગમાં મોટો અપસેટ, જસપ્રીત બુમરાહે નંબર-1નો તાજ ગુમાવ્યો

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં નંબર-1 બોલરના તાજથી વંચિત રહી ગયો છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ફ્લોપ રહેવાના કારણે તેને ટેસ્ટ રેન્કિંગમાં મોટું નુકસાન થયું હતું. દક્ષિણ આફ્રિકાનો એક બોલર હવે બુમરાહની આગળ નીકળી ગયો છે.

| Updated on: Oct 30, 2024 | 6:03 PM
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી વચ્ચે તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં નંબર-1 બોલરના તાજથી વંચિત રહી ગયો છે.

1 / 5
ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં તેનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી, જેના કારણે દક્ષિણ આફ્રિકાના એક બોલરે તેને પાછળ છોડી દીધો છે. આ આફ્રિકન બોલરે તાજેતરમાં બાંગ્લાદેશ સામે શાનદાર રમત બતાવી હતી.

2 / 5
જસપ્રીત બુમરાહને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં એક પણ વિકેટ મળી ન હતી, જેના કારણે તેને લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન સહન કરવું પડ્યું છે. હવે તે નંબર વનમાંથી ત્રીજા નંબરે પહોંચી ગયો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો કાગિસો રબાડા હવે ટેસ્ટનો નવો નંબર-1 બોલર બની ગયો છે. કાગિસો રબાડા તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બોલના સંદર્ભમાં 300 વિકેટ લેનારો સૌથી ઝડપી બોલર બન્યો હતો, અને હવે તે ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયો છે.

3 / 5
દક્ષિણ આફ્રિકાની ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમે આ શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. આ જીતનો હીરો કાગીસો રબાડા હતો. કાગિસો રબાડાએ આ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. તેણે મેચની પ્રથમ ઈનિંગમાં કુલ 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા અને પછી બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી.

4 / 5
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને લેટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. તે હવે ટેસ્ટમાં નંબર-3 બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ રિષભ પંતને 5 સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 11મા નંબર પર પહોંચી ગયો છે. વિરાટ કોહલી પણ 6 સ્થાન નીચે 14મા સ્થાને આવી ગયો છે. રોહિત શર્માને ફરી એકવાર મોટું નુકસાન થયું છે. તે 9 સ્થાન નીચે 24માં નંબર પર આવી ગયો છે. આ સિવાય શુભમન ગિલ પણ 19મા સ્થાનેથી 20મા સ્થાને પહોંચી ગયો છે. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ

દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ

વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર

વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ

જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ

ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ

આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી

બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">