આજનું હવામાન : અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના વિવિધ જિલ્લાના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના વિવિધ જિલ્લાના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, જુનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
તેમજ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા, આણંદ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભરૂચ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, કચ્છ, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોરદાર ઠંડી પડશે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારઓમાં જોરદાર ઠંડી પડી શકે છે.