IPL 2024 : લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતાને 162 રનનો ટાર્ગેટ આપ્યો, નિકોલસ પુરને શાનદાર ઇનિંગ રમી
IPL 2024ની 28મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો વચ્ચે રમાઈ રહી છે.લખનૌએ KKRને આપ્યો 162 રનનો ટાર્ગેટ આપ્યો છે.નિકોલસ પુરને શાનદાર ઇનિંગ રમી છે

લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 161 રન બનાવ્યા છે. ટીમે છેલ્લા બોલે અરશદ ખાનની વિકેટ ગુમાવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સને આ મેચ જીતવા માટે 120 બોલમાં 162 રનની જરૂર છે.

લખનૌ માટે નિકોલસ પુરને 32 બોલમાં બે ચોગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી સૌથી વધુ 45 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 27 બોલમાં 39 રન બનાવ્યા હતા. KKRને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ છે.

કેપ્ટન કેએલ રાહુલે આ મેચમાં મોટા ફેરફારો સાથે પ્રવેશ કર્યો છે. તેણે 24 વર્ષના ખેલાડીને ડેબ્યૂ કરવાની તક આપી છે.કેએલ રાહુલે આ મેચમાં 24 વર્ષના ફાસ્ટ બોલર શમર જોસેફને ડેબ્યૂ કરવાની તક આપી છે.

સતત વિકેટ પડ્યા બાદ નિકોલસ પૂરને કેટલાક મોટા શોટ રમીને લખનૌને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પુરને કૃણાલ પંડ્યા સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી હતી, જે આ મેચમાં લખનૌની સૌથી મોટી ભાગીદારી હતી.

કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ક્વિન્ટન ડી કોક અને કેપ્ટન કેએલ રાહુલે લખનૌ સુપરજાયન્ટ્સ માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી.

































































