ગત 23 જાન્યુઆરીએ ખંડાલામાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન યોજવામાં આવ્યા હતા. લગ્ન બાદ રાહુલે પોતાનુ પ્રથમ રિએક્શન સોશિયલ મીડિયા પર આપ્યુ છે.
ભારતીય સ્ટાર ખેલાડી કેએલ રાહુલ લગ્નના બંધને બંધાઈ ચુક્યો છે. બોલિવુડના એક્શન હિરો સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે ગત 23 જાન્યુઆરીએ ખંડાલામાં લગ્ન યોજ્યા હતા. લગ્ન બાદ કેએલ રાહુલે પોતાનુ પ્રથમ રિએક્શન આપ્યુ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયુ છે.
1 / 5
રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હલ્દીની રસમના ફોટો શેર કર્યા છે. સાથે માત્ર એક જ શબ્દ લખીને પોતાની ફિલીંગ્સ દર્શાવી છે. રાહુલે લખ્યુ હતુ-સુખ
2 / 5
ભારતીય ક્રિકેટર રાહુલ છેલ્લા કેટલાક સમયથી આથિયા શેટ્ટી ડેટ કરી રહ્યો હતો. હવે તેમના આ પ્રેમને નવુ નામ મળી ચુક્યુ છે.
3 / 5
લગ્ન બાદ તુરત જ રાહુલ ફરીથી ફિટનેસની ટ્રેનિંગ પર લાગી ચુક્યો છે. હવે તેના લગ્નની રજાઓ પુરી થવા પર છે અને તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝનો હિસ્સો છે. તેણે ન્યુઝીલેન્ડ સામેની વ્હાઈટ બોલ સિરીઝમાં રજાઓ મેળવી હતી.
4 / 5
કેએલ રાહુલ માટે આવનારો સમય ખૂબ જ મહત્વનો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ સિરીઝમાં તે ઓપનર ઉપરાંત વાઈસ કેપ્ટન તરીકેની ભૂમિકામાં જોવા મળશે.