જસપ્રીત બુમરાહ પાસે ઇતિહાસ રચવાની તક, અર્શદીપ સિંહનો તોડી શકે છે રેકોર્ડ
જસપ્રીત બુમરાહ ભારત માટે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની શકે છે. આવું કરવા માટે 4 વિકેટ લેવી પડશે.મેલબર્નમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં બુમરાહે 2 વિકેટ લીધી છે.

આવું કરવા માટે તેમણે માત્ર 4 વિકેટ લેવી પડશે. આ મામલે તે અર્શદીપ સિંહને પાછળ છોડી દેશે. ટી-20 ઈન્ટરનેશનલમાં જસપ્રીત બુમરાહ અત્યાર સુીધી 98 વિકેટ લઈ ચૂક્યો છે.

બુમરાહે અત્યારસુધી આ ફોર્મેટમાં 77 મેચમાં 98 વિકેટ લીધી છે અને ભારત માટે સૌથી વધારે ટી-10 ઈન્ટરનેશનલ વિકેટ લેવા મામલે હાર્દિક સાથે બીજા નંબર પર છે.

જો બુમરાહ 2 વિકેટ લઈ લે છે તો ટી-20 ઈન્ટરનેશનલમાં 100 વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બની જશે. હાલમાં આ કામ માત્ર અર્શદીપ સિંહે કર્યું છે. તેના નામે 101 વિકેટ છે. જો બુમરાહ 4 વિકેટ લે છે તો અર્શદીપ સિંહનો રેકોર્ડ તોડી દેશે.

અર્શદીપ સિંહને આ સીરિઝમાં અત્યારસુધી રમવાની તક મળી નથી. જો તે ત્રીજી ટી-20મેચમાં પણ નહી રમે તો બુમરહાની પાસે આ રેકોર્ડ તોડવાની તક છે.

તમને જણાવી દઈએ કે, બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 15 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 19 વિકેટ લીધી છે.

આગામી મેચમાં તે એક વિકેટ લેતા જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલાર બની જશે. મેલબર્નમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં બુમરાહે 2 વિકેટ લીધી છે.
એશિયા કપમાં લાખોની કમાણી કરશે આ ગુજ્જુ કપલ, આવો છે ક્રિકેટરનો પરિવાર અહી ક્લિક કરો
