IPL 2023 Auctionમાં Punjab Kings એ ખરીદ્યા આ ખેલાડીઓ
Punjab Kings IPL 2023 Auction: આજે કોચ્ચિમાં આઈપીએલ 2023 માટે ખેલાડીઓની હરાજી થઈ હતી. ચાલો જાણીએ કે પંજાબની ટીમે હમણા સુધી કેટલા ખેલાડીઓ ખરીદ્યા.

પંજાબની ટીમે સેમ કુરન (INR 18.50 કરોડ), સિકંદર રઝા (INR 50 લાખ), હરપ્રીત ભાટિયા (INR 40 લાખ), વિદ્વાથ કાવેરપ્પા (INR 20 લાખ), મોહિત રાઠી (INR 20 લાખ), શિવમ સિંહ (INR 20 લાખ)ને આજે ખરીદ્યા છે.

પંજાબની ટીમે આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી બોલી લગાવી છે. સેમ કુરનને પંજાબે 18.50 કરોડમાં ખરીદ્યો છે. તેણે ઈંગ્લેન્ડની ટીમને ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં જીત અપાવી હતી.

આ ટીમ પાસે 32.20 કરોડનું બજેટ હતુ. આ ટીમમાં 9 (3 વિદેશી) ખેલાડીઓની જગ્યા ખાલી હતી. પંજાબ કિંગ્સના રીટેઈન ખેલાડીઓ : શિખર ધવન, શાહરૂખ ખાન, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, રાજ બાવા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાઈડે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કાગીસો રબાડા, રાહુલ ચાહર અને હરપ્રીત બ્રાર

બ્રેક સુધી પંજાબની ટીમે સિકંદર રઝા ( 50 લાખ), હરપ્રીત ભાટિયા (40 લાખ) અને વિદ્વાથ કાવેરપ્પા ( 20 લાખ)ને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

પંજાબની ટીમને આશા છે કે ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવનાર સેમ પંજાબને પણ આઈપીએલમાં પહેલીવાર ચેમ્પિયન બનવાશે.