IPL 2025માં ટોપ-2 માટેની રેસ રસપ્રદ બની, ગુજરાત ટાઇટન્સને આજની મેચ જીતવી ખુબ જરુરી
આઈપીએલ 2025 પ્લેઓફ માટે 4 ટીમોનો નિર્ણય લીગ સ્ટેજની 7 મેચ બાકી હતી, ત્યારે થઈ ગયો હતો. પરંતુ હજુ એ નક્કી થયું નથી કે, ટોપ-2માં કઈ 2 ટીમે પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.

IPL 2025માં, ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સે પ્લેઓફમાં જગ્યા બનાવી છે. પરંતુ ટોપ-2 ટીમ હજુ સુધી નક્કી થઈ નથી. આ ચારમાંથી કોઈપણ ટોપ-2 માં સ્થાન મેળવી શકે છે.

આઈપીએલ 2025 સીઝનની લીગ સ્ટેજ મેચ 27 મેના રોજ પૂર્ણ થશે. જેમાં પ્લેઓફમાં પહોંચનારી 4 ટીમનો નિર્ણય લીગ સ્ટેજની 7 મેચ બાકી હતી. ત્યારે લેવાયો હતો. ત્યારબાદ હજુ એ નક્કી થયું નથી કે, કઈ 2 ટીમો ટોપ-2 માં લીગ સ્ટેજ મેચો પૂર્ણ કરશે. આવી સ્થિતિમાં, ચાહકોએ લીગ તબક્કાની છેલ્લી મેચ સુધી રાહ જોવી પડશે.

આ વખતે ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સે પ્લેઓફમાં જગ્યા બનાવી છે, તો અમે તમને જણાવવી દઈએ કે ટોપ-2 માં સ્થાન મેળવવા માટે ચાર ટીમોમાં શું સમીકરણ બની રહ્યા છે.શુભમન ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સની ટીમ આઈપીએલ 2025 સીઝનમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ગુજરાતની ટીમે લીગ સ્ટેજમાં 13 મેચ રમી અને 18 અંક મેળવ્યા છે. તેનો રન રેટ સારો છે. જો ગુજરાત ટાઈટન્સે ટોપ-2માં રહેવું છે. તો તેમણે મ3ત્ર પોતાની છેલ્લી લીગ સ્ટેજ મેચ જીતવી પડશે.

જો ગુજરાત ટાઈટન્સની ટીમ છેલ્લી મેચ જીતી જાય છે તો તેના 19 અંક થઈ જશે. કારણ કે, આરસીબી જો લખનૌ વિરુદ્ધ પોતાની મેચ જીતી જાય છે તો 19 અંક થશે. તેમજ પંજાબ અને મુંબઈ વચ્ચે રમાનારી મેચ જે પણ ટીમ જીતશે. ટોપ-2માં જવું લગભગ નક્કી છે.જ્યારે પંજાબ પોઈન્ટની દ્રષ્ટિએ તેમને પાછળ છોડી દેશે

IPL 2025 ના બાકી રહેલી મેચોની જો આપણે વાત કરીએ તો25 મે - ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, 25 મે – સનરાઇઝર્સ હૈદરાબાદ vs કોલકાતા નાઈટ રાઈડર્સ,26 મે- પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ,27મે – લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

જો ગુજરાત અને આરસીબી બંને પોતાની છેલ્લી મેચ હારી જાય તો મુંબઈ ટેબલમાં ટોચ પર પહોંચી શકે છે. તેમજ મુંબઈ ઈન્ડિયન્સ પંજાબને હરાવી દે છે. તો મુંબઈ ટોપ-2માં આવી જશે.હવે આપણે આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલની જો વાત કરીએ તો, ગુજરાત ટાઈટન્સ ટોપ પર છે. બીજા સ્થાને પંજાબ કિંગ્સની ટીમ 17 અંક સાથે છે. ત્રીજા સ્થાને આરસીબીની ટીમ 17 પોઈન્ટ સાથે છે. ચોથા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
