AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs DC : ભૂલથી ક્રિકેટર બની ગયો, હવે કાવ્યા મારને આપી તક, SRHની છેલ્લી આશા છે આ ખેલાડી

સનરાઈઝર્સ હૈદરાબાદે રણજી ટ્રોફી 2024-25 દરમિયાન રેકોર્ડબ્રેક બોલિંગ કરનાર ખેલાડીનો ટીમમાં સમાવેશ કર્યો છે. આ બોલરને IPL 2025ની મેગા હરાજીમાં કોઈપણ ટીમે રસ દાખવ્યો ન હતો. જો કે હવે આ ખેલાડીને SRHએ ટીમમાં સામેલ કર્યો છે અને હવે તે આ ટીમની પ્લેઓફમાં પહોંચવામાં કેટલી મદદ કરી શકશે તે તો સમય જ બતાવશે.

| Updated on: May 05, 2025 | 5:08 PM
Share
સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં સમસ્યાઓથી ઘેરાયેલું છે. તેના માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ લાગે છે. આ દરમિયાન, કાવ્યા મારને એક એવા ખેલાડીને સ્થાન આપ્યું છે જે ભૂલથી ક્રિકેટર બની ગયો હતો. અમે વાત કરી રહ્યા છીએ વિદર્ભના ઓલરાઉન્ડર હર્ષ દુબે વિશે. SRH ફ્રેન્ચાઈઝીએ તેને બાકીની મેચો માટે 30 લાખ રૂપિયાની કિંમતે કરારબદ્ધ કર્યો છે. તે હવે આ ટીમની છેલ્લી આશા હોય તેવું લાગે છે.

1 / 6
હર્ષ દુબેએ રણજી ટ્રોફી 2024-25 સિઝનમાં ઈતિહાસ રચ્યો હતો. માત્ર 22 વર્ષના હર્ષે એક રણજી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે આખી સિઝનમાં 69 વિકેટ લઈને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે, તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો અને આ રીતે તે ગયા સિઝનનો સુપરસ્ટાર સાબિત થયો હતો.

2 / 6
હર્ષ દુબેએ IPL 2025 માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેણે પોતાની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા રાખી હતી. આમ છતાં, કોઈ પણ ટીમે તેના પર ધ્યાન આપ્યું નહીં. નવેમ્બરમાં યોજાયેલી મેગા હરાજી દરમિયાન, કોઈપણ ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. પરંતુ હવે SRHએ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

3 / 6
તમને જણાવી દઈએ કે આજે હર્ષ દુબે એક ભૂલને કારણે IPLમાં ક્રિકેટ રમવા જઈ રહ્યો છે. હકીકતમાં, ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં, તેણે ખુલાસો કર્યો હતો કે તે ક્યારેય ક્રિકેટ રમવા માંગતો ન હતો. તેના પિતાએ એક વાર તેને શાળાના પુસ્તકો ખરીદવા માટે પૈસા આપ્યા હતા. બજારમાં જતી વખતે, તે રસ્તો ભૂલી ગયો અને એક રમતગમતની દુકાન પર પહોંચી ગયો. આ પછી, તેણે ત્યાંથી એક ક્રિકેટ કીટ ખરીદી અને તેની સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. આજે, તે હલચલ મચાવી રહ્યો છે.

4 / 6
મહારાષ્ટ્રના પુણેમાં જન્મેલા હર્ષ દુબેને હજુ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો બહુ અનુભવ નથી. દુબેએ ડિસેમ્બર 2022માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધી તે ફક્ત ત્રીજી સિઝન રમી છે. તેણે 18 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 94 વિકેટ લીધી છે અને 709 રન પણ બનાવ્યા છે.

5 / 6
પોતાની ટૂંકી કારકિર્દીમાં, હર્ષે 8 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે તેણે 7 અર્ધશતક ફટકારી છે. 20 લિસ્ટ A મેચોમાં, તેણે 21 વિકેટ લીધી છે અને 213 રન બનાવ્યા છે. T20 ની વાત કરીએ તો, આ ફોર્મેટમાં તેણે 16 મેચોમાં 16 વિકેટ લીધી છે અને તેના બેટમાંથી 19 રન આવ્યા છે. (All Photo Credit : PTI)

6 / 6

IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. SRHના પ્લેઓફમાં પ્રવેશવાના ચાન્સ ખૂબ જ ઓછા છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">