IPL 2025 Points Table: રાજસ્થાન સામે હાર્યા બાદ ગુજરાતને મોટું નુકસાન થયું, આ ટીમે ટોપ-2માં એન્ટ્રી કરી
ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ જીત મેળવ્યા બાદ રાજસ્થાન રોયલ્સની ટીમને પોઈન્ટ ટેબલમાં એક સ્થાનનો ફાયદો થયો છે. રાજસ્થાને અત્યારસુધી 10 મેચ રમી છે. જેમાં આ તેની ત્રીજી જીત હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની 18મી સીઝનની 47મી મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં રાજસ્થાનને ટીમે જીત મેળવી છે.ગુજરાત ટાઈટન્સે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 209 રન બનાવ્યા હતા. 210 રનના ટાર્ગેટને રાજસ્થાનની ટીમે સરળતાથી પૂર્ણ કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સની ટીમે 210 રનનો ટાર્ગેટ માત્ર 15 ઓવરમાં પૂર્ણ કર્યો હતો. આ મેચમાં 14 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીએ શાનદાર સદી ફટકારી હતી. આ જીતનો ફાયદો રાજસ્થાન રોયલ્સને થયો છે. પોઈન્ટ ટેબલમાં તેને એક સ્થાનનો ફાયદો થયો છે. ગુજરાત ટાઈટન્સની ટીમ ટોપ-2માંથી બહાર થઈ ગઈ છે.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ પહેલા ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ 2માં હતી પરંતુ આ મેચમાં હાર બાદ ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને આરસીબીની ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

આઈપીએલ 2025 પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને ગુજરાત ટાઈટન્સની ટીમ છે. ગુજરાત ટાઈટન્સની ટીમ અત્યારસુધી પહેલા સ્થાને હતી. ચોથા સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમ છે.દિલ્હી પાસે હજુ 12 પોઈન્ટછે.પરંતુ તેનો નેટ રન રેટ મુંબઈ અને ગુજરાત કરતાં ખરાબ છે.

આઈપીએલ 2025ની પોઈન્ટટેબલમાં પાંચમા સ્થાને 11 અંક સાથે પંજાબ કિંગ્સની ટીમ છે. તેમજ પંતની ટીમ લખનૌ સુપર જાયન્ટસ છઠ્ઠા સ્થાને છે. સાતમાં સ્થાને બોલિવુડ સ્ટાર શાહરુખ ખાનની ટીમ કેકેઆર છે. તેની પાસે કુલ 7 અંક છે.

ગુજરાત વિરુદ્ધ શાનદાર જીત મેળવ્યા બાદ રાજસ્થાન રોયલ્સને ફાયદો થયો છે. આરઆરની ટીમ6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાનેછે. નવમાં સ્થાને હૈદરાબાદની ટીમ અને પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે 4 પોઈન્ટ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
