IPL 2025 Points Table : જીત પછી પણ મુંબઈ ઈન્ડિયન્સની પોઈન્ટ ટેબલમાં ‘પરિસ્થિતી જૈસે થે’
IPL 2025 Points Table in Gujarati : આઈપીએલમાં 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈએ હૈદરાબાદને 4 વિકેટથી હાર આપી છે. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સના ખાતામાં 2 પોઈન્ટ આવ્યા છે પરંતુ પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી.

આઈપીએલ 2025ની અડધી સીઝન પૂર્ણ થઈ ચૂકી છે. સાથે તમામ ટીમે જીતનું ખાતું ખોલાવી લીધું છે. હવે આની અસર પોઈન્ટ ટેબલ પર જોવા મળશે. જેમાં ખુબ જ રસાકસી જોવા મળી રહી છે. જેમાં ટોપ-4 ટીમના પોઈન્ટ સરખા છે. તો છેલ્લી 4 ટીમ પણ એકબીજાથી આગળ જવાની રેસમાં છે.

આ રેસમાં મુંબઈ ઈન્ડિયન્સે થોડી આગળ આવી છે. મુંબઈ સાતમી મેચમાં હૈદરાબાદને હરાવી ખાતામાં 2 પોઈન્ટ લઈ લીધા છે પરંતુ તેમજ છતાં આઈપીએલ 2025 પોઈન્ટ ટેબલમાં તેનો કોઈ વધારે ફરક પડ્યો નથી.

IPLની 33મી મેચના પરિણામ છતાં, પોઈન્ટ ટેબલની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. મુંબઈ ઈન્ડિયન્સના હવે 7 મેચ બાદ 6 પોઈન્ટ છે પરંતુ ટીમ હજુ પણ 7મા સ્થાને છે.નેટરનરેટના કારણે કોલકત્તા નાઈટ રાઈડર્સથી આગળ નીકળી શકી નહી.

બીજી બાજુ સનરાઈઝર્સ હૈદરાબાદ 2 પોઈન્ટ લેવાની તક ગુમાવી છે તેના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. ટીમ 7 મેચમાં 4 પોઈન્ટની સાથે 9માં સ્થાને છે.

આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લા સ્થાને છે. જ્યારે પ્રથમ સ્થાને સૌથી વધારે 10 પોઈન્ટ સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ છે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને દિલ્હી કેપિટલ્સ , બીજા સ્થાને ગુજરાત ટાઈટન્સ, ત્રીજા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પાંચમાં સ્થાને પંજાબ કિંગ્સની છે.

આઈપીએલ 2025ની અડધી સીઝન પૂર્ણ થઈ ચૂકી છે. સાથે તમામ ટીમે જીતનું ખાતું ખોલાવી લીધું છે. હવે આની અસર પોઈન્ટ ટેબલ પર જોવા મળશે. જેમાં ખુબ જ રસાકસી જોવા મળી રહી છે. જેમાં ટોપ-4 ટીમના પોઈન્ટ સરખા છે. તો છેલ્લી 4 ટીમ પણ એકબીજાથી આગળ જવાની રેસમાં છે.
લ્હી કેપિટલ્સ (અગાઉ દિલ્હી ડેરડેવિલ્સ) એક ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. ફ્રેન્ચાઇઝી જીએમઆર ગ્રૂપ અને જેએસડબલ્યુ સ્પોર્ટ્સની માલિકીની છે. દિલ્હીના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
