Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજિંક્ય રહાણેએ IPL 2025ની પહેલી અડધી સદી ફટકારી, RCB સામે તોફાની ઈનિંગ રમી

અજિંક્ય રહાણેએ IPL 2025ની પહેલી જ મેચમાં RCB સામે અડધી સદી ફટકારીને શરૂઆત કરી હતી. તેણે બેંગલુરુ સામે 182ના સ્ટ્રાઈક રેટથી 31 બોલમાં 56 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

| Updated on: Mar 22, 2025 | 10:19 PM
IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કરી રહેલા અજિંક્ય રહાણેએ સિઝનની શાનદાર શરૂઆત કરી છે. તેણે પહેલી જ મેચમાં બેટથી તોફાન મચાવ્યું અને આ સિઝનની પહેલી અડધી સદી પણ ફટકારી હતી.

1 / 5
રહાણેએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની શરૂઆતની મેચમાં માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. સૌથી મોટી વાત એ હતી કે તેણે સિક્સર ફટકારીને ફિફ્ટી પૂરી કરી હતી. એટલું જ નહીં, સિઝનનો પહેલો છગ્ગો પણ રહાણેના બેટમાંથી જ આવ્યો હતો. કેપ્ટન રહાણેએ કોલકાતાના ચાહકોના દિલ જીતી લીધા હતા.

2 / 5
IPLની નવી સિઝન શરૂ થાય તે પહેલા ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ અને ટીમમાં તેના સ્થાન અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેપ્ટનશીપ વિના તેને ટીમમાં સ્થાન પણ ન મળે. જોકે, રહાણેએ પહેલી જ મેચમાં પોતાના બેટની તાકાત બતાવી. આ અદ્ભુત પ્રદર્શનની સાથે તેણે તેના પર ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા. તેણે પહેલી જ મેચમાં કેપ્ટન અને બેટ્સમેન બંનેની જવાબદારી નિભાવી.

3 / 5
વાસ્તવમાં પહેલા બેટિંગ કરતી વખતે KKRની શરૂઆત સારી નહોતી અને ટીમે પહેલી જ ઓવરમાં ક્વિન્ટન ડી કોકની વિકેટ ગુમાવી દીધી. માત્ર 4 રનના સ્કોર પર વિકેટ પડ્યા બાદ રહાણે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો. આ પછી રહાણેએ ઈનિંગ સંભાળી અને ઝડપથી રન બનાવ્યા.

4 / 5
પહેલી 3 ઓવરમાં બેંગલુરુના બોલરોએ કડક બોલિંગ કરી, જેના પરિણામે ફક્ત 9 રન જ બન્યા. પરંતુ આ પછી, KKR કેપ્ટને વળતો આક્રમક બેટિંગ શરૂ કરી અને સુનીલ નારાયણ સાથે મળીને આગામી 3 ઓવરમાં 51 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 16 બોલમાં 39 રન બનાવ્યા. રહાણેએ નારાયણ સાથે બીજી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી અને ટીમને ઝડપી શરૂઆત અપાવી. તેની ઈનિંગને કારણે કોલકાતાએ માત્ર 10.3 ઓવરમાં 109 રન બનાવ્યા. જોકે, આ પછી તે કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો. (All Photo Credit : PTI)

5 / 5

IPL 2025માં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ ફરી એકવાર ટ્રોફી જીતવા પ્રયાસ કરશે. કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us:
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત

વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત

રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

Rajkot : દિવાલની આરપાર જોઈ શકાય તેવા ચશ્મા આપવાનું કહી પડાવ્યા 70 લાખ

g clip-path="url(#clip0_868_265)">