IPL 2025 મેગા ઓક્શનમાં રહ્યો અનસોલ્ડ, છતાં IPL માં રમતો જોવા મળશે આ ક્રિકેટર, જાણો કેવી રીતે
IPL 2025 ની શરૂઆત પહેલાં એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેલો એક ખેલાડી IPL ટીમના ટ્રેનિંગ કેમ્પમાં જોવા મળ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ખેલાડી ને રિપ્લેસમેન્ટ તરીકે રમવાની તક મળી શકે છે.

IPL 2025 ની શરૂઆત 22 માર્ચથી થવાની છે. આ IPL નો 18મો સીઝન હશે, જેના માટે તમામ ટીમો જોરશોરથી તૈયારી કરી રહી છે. તેવામાં, એક ટીમ તેના ખેલાડીઓની ઇજાઓથી પરેશાન છે. આ ટીમના 3 સ્ટાર ફાસ્ટ બોલરો હજી સુધી સંપૂર્ણપણે ફિટ નથી. એવામાં, એક ટીમના ટ્રેનિંગ કેમ્પમાંથી એક શૉકિંગ ફોટો સામે આવ્યો છે.

આ તસવીરમાં એક એવો ખેલાડી જોવા મળ્યો છે, જે મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ખેલાડી ને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરી શકાય.

IPL 2025 પહેલાં ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર ચર્ચામાં આવી ગયા છે. શાર્દુલ ઠાકુરને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ સાથે જોવામાં આવ્યા છે. તેઓ લખનૌમાં LSGના ખેલાડીઓ અને કેપ્ટન ઋષભ પંત સાથે હોળી મનાવતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, તેમની LSGની ટ્રેનિંગ કિટ પહેરીને ફોટા પણ વાયરલ થયા છે.

લખનૌનો સુપર જાયન્ટ્સના ખેલાડી મોહસિન ખાન, આવેશ ખાન અને મયંક યાદવ હજી સુધી ટીમ સાથે જોડાયા નથી. આ ત્રણેય ખેલાડીઓને NCA તરફથી IPLમાં રમવાની મંજૂરી મળી નથી. એવામાં, એવું માનવામાં આવી રહ્યું છે કે શાર્દુલ ઠાકુરની LSG ટીમમાં એન્ટ્રી થઈ શકે છે. IPLના નિયમો મુજબ, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થઈ જાય, તો ફ્રેન્ચાઇઝી તે ખેલાડીની જગ્યા પર અનસોલ્ડ ખેલાડીઓમાંથી કોઈને ટીમમાં સામેલ કરી શકે છે.

શાર્દુલ ઠાકુર IPLમાં અત્યાર સુધી 5 ટીમોના ભાગ રહ્યા છે. આ દરમિયાન તેમણે 95 મેચ રમી છે અને 9.22ની ઈકોનોમી સાથે 94 વિકેટ મેળવ્યા છે. સાથે, 307 રન પણ બનાવ્યા છે. શાર્દુલ ઠાકુર છેલ્લી સિઝનમાં CSKની ટીમનો ભાગ હતા, પરંતુ 9 મેચમાં ફક્ત 5 વિકેટ જ લઈ શક્યા હતા અને ખર્ચાળ સાબિત થયા હતા. એ જ કારણ છે કે આ વખતે ઓક્શનમાં કોઈએ તેમને ખરીદ્યા નહોતા.
આઈપીએલે શાર્દુલ ઠાકુરની કિસ્મત ચમકાવી, એક સમયે 85 કિલો વજનને લઈને લોકોની ટીકાઓ સાંભળી.... તેના પરિવાર વિશે જાણવા અહીં ક્લિક કરો..






































































