Gujarat Titans : ગુજરાત ટાઇટન્સ વધુ ખતરનાક બન્યું, IPLની વચ્ચે જ આ ખતરનાક ઓલરાઉન્ડરે એન્ટ્રી કરી
IPL 2025 : ગુજરાત ટાઈટન્સની ટીમમાંથી થોડા સમય પહેલા એક ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ બહાર થયો હતો. ફિલિપ્સને ફીલ્ડિંગ દરમિયાન ઈજા થઈ હતી. હવે ગુજરાતે ફિલિપ્સના સ્થાને એક ઓલરાઉન્ડરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

આઈપીએલ 2025માં ગુજરાત ટાઈટન્સને થોડા સમય પહેલા એક મોટો ઝટકો લાગ્યો હતો. ગુજરાતનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ ફીલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ફિલ્પિસ ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હતો.

ફિલિપ્સ જેવા ખેલાડી બહાર થવાથી ગુજરાત ટાઈટન્સની ટીમ માટે એક મોટો ઝટકો હતો પરંતુ ગુજરાતની ટીમમાં હવે તેના સ્થાને એક ઓલરાઉન્ડરની એન્ટ્રી થઈ ચૂકી છે. તો ચાલો જોઈએ આ ઓલરાઉન્ડર કોણ છે.

શુભમન ગિલની કેપ્ટનશીપ વાળી ગુજરાત ટાઈટન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની બાકી મેચ માટે શ્રીલંકાના ઓલરાઉન્ડર દાસુન શનાકાને ગ્લેન ફિલિપ્સ ઈજા થયા બાદ ટીમમાં સામેલ કર્યો છે.જમણા હાથના બેટ્સમેન શનાકાને 75 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. શનાકા અગાઉ IPL 2023માં ગુજરાત ટીમનો ભાગ હતો, તેણે ત્રણ મેચ રમી હતી.

ગ્લેન ફિલિપ્સને સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં ઈજા થઈ હતી જેના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હતો. તો ગુજરાતના ફાસ્ટ બોલર કાગિસો રબાડા પણ અંગત કારણોસર ઘરે પરત ફર્યો છે. દાસુન શનાકા હવે ગ્લેન ફિલિપ્સનું સ્થાન લેશે.

શનાકાએ આઈપીએલ 2023માં 3 મેચમાં 26 રન બનાવ્યા હતા. તેમણે બોલિંગ કરવાની તક મળી ન હતી. દાસુન શનાકાએ શ્રીલંકા માટે 102 ટી20 મેચમાં 1456 રન બનાવ્યા છે અને 33 વિકેટ લીધી છે. તેમણે 71 વનડે અને 6 ટેસ્ટ મેચ પણ રમી છે.

ગુજરાત ટાઈટન્સે અત્યારસુધી 6માંથી 4 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમની આગામી મેચ શનિવારના 19 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સની સામે છે. આ મેચ બપોરના રમાશે.

ગુજરાત ટાઈટન્સે છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટસ વિરુદ્ધ રમી હતી. આ મેચમાં રિષભ પંતની ટીમે 181 રનનો ટાર્ગેટ 6 વિકેટ ગુમાવી પૂર્ણ કર્યો હતો.
લ્હી કેપિટલ્સ (અગાઉ દિલ્હી ડેરડેવિલ્સ) એક ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. ફ્રેન્ચાઇઝી જીએમઆર ગ્રૂપ અને જેએસડબલ્યુ સ્પોર્ટ્સની માલિકીની છે. દિલ્હીના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
