PBKS vs MI : વરસાદને કારણે મેચ શરૂ ન થઈ, હવે આ નિયમોનું પાલન કરવામાં આવશે
પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ શરૂ થવાની હતી પણ પછી વરસાદ શરૂ થઈ ગયો. ટૂંક સમયમાં જ બધા ખેલાડીઓ મેદાન છોડી ગયા અને પિચ ઢંકાઈ ગઈ. હવે મેચનું શું થશે? વરસાદના કારણે મેચ વરસાદને કારણે મેચ સમયસર શરૂ ન થઈ તો હવે ક્યારે અને કેવી પરિસ્થિતમાં મેચ શરૂ થઈ શકે? જો મેચ રદ્દ થાય તો કઈ ટીમ ફાઈનલમાં જશે? જાણો શું છે નિયમ.

IPL 2025ની ફાઈનલમાં પહોંચવાનો સંઘર્ષ તેના અંતિમ તબક્કામાં છે. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની બીજી ક્વોલિફાયર મેચ નક્કી કરશે કે ફાઈનલમાં કઈ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. પરંતુ અમદાવાદમાં પંજાબ-મુંબઈ મેચ શરૂ થાય તે પહેલા વરસાદ પડ્યો.

પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ બંને ટીમો રમવા આવી કે તરત જ વરસાદ શરૂ થઈ ગયો. રમત શરૂ થાય તે પહેલા, બધા ખેલાડીઓ પેવેલિયન પાછા ફર્યા અને મેદાન ઢંકાઈ ગયું. હવે પ્રશ્ન એ છે કે મેચનો નિર્ણય કેવી રીતે થશે?

પહેલી વાત એ છે કે આ ક્વોલિફાયર મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી. એટલે કે જો મેચનું પરિણામ પ્રાપ્ત કરવું હોય તો તે આ દિવસે પ્રાપ્ત કરવું પડશે. જો મેચ રદ કરવી પડે, તો 'પ્લેઈંગ કંડિશન' મુજબ પંજાબ કિંગ્સ ફાઈનલમાં પહોંચશે, કારણ કે તેઓ પોઈન્ટ ટેબલમાં મુંબઈથી ઉપર હતું.

પરંતુ તે પહેલા અમ્પાયરો મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે અને તેમને આ માટે પૂરતો સમય મળશે. BCCIએ પહેલાથી જ પ્લેઓફ મેચો માટે વધારાની 120 મિનિટનો સમય આપવાનો નિર્ણય લીધો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને, પંજાબ-મુંબઈ મેચમાં 2 કલાક સુધી કોઈ ઓવર કાપવામાં આવશે નહીં. જો મેચ રાત્રે 9:30 વાગ્યા સુધીમાં શરૂ ન થાય, તો ઓવરો ઓછી થવા લાગશે.

પરિણામ પ્રાપ્ત કરવાની વાત કરીએ તો, આ માટે T20 ક્રિકેટના મૂળભૂત નિયમો લાગુ કરવામાં આવશે. T20 ક્રિકેટમાં વરસાદ કે અન્ય કારણોસર પ્રભાવિત કોઈપણ મેચમાં પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 5-5 ઓવર રમવી જરૂરી છે. આ નિયમ આ મેચ પર પણ લાગુ પડશે. તેના માટે મેચ રાત્રે 11:56 વાગ્યા સુધીમાં શરૂ થવી પડશે. (AllPhoto Credit : PTI / Getty / X)
IPL 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, આ સિઝનમાં ફક્ત 2 મેચ રમવાની બાકી છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો






































































