AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય રોકાણકારો ચાલાક અને ચતુર નીકળ્યા… સોના-ચાંદીમાં રોકાણ ઘટાડ્યું, બજારના કડાકામાં ઇક્વિટી પર વધાર્યો ‘ભરોસો’

ભારતીય રોકાણકારો હવે માત્ર બજારના ખેલાડી નથી રહ્યા પરંતુ 'સ્માર્ટ ગેમ ચેન્જર' બનીને ઉભર્યા છે. તાજેતરના આંકડા પરથી કહી શકાય કે, ભારતીય રોકાણકારો અત્યંત ચાલાક અને ચતુર છે.

| Updated on: Mar 11, 2026 | 4:27 PM
Share
AMFI (એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા) ના આંકડા દર્શાવે છે કે, બજારના ઘટાડાનો રોકાણકારોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. ફેબ્રુઆરીમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં થતું રોકાણ 8 ટકા વધ્યું છે. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સમાં જોરદાર રોકાણ જોવા મળ્યું છે. જો કે, Gold ETFs માં રોકાણ 78 ટકા ઘટ્યું છે. આ સાથે જ SIP દ્વારા થતા રોકાણમાં પણ 3.75 ટકાનો ઘટાડો નોંધાયો છે.

1 / 7
AMFI ના ડેટા મુજબ, ફેબ્રુઆરીમાં બજાર ઘટ્યું હોવા છતાં ઇક્વિટીમાં રોકાણકારોનો ભરોસો વધ્યો છે. ફેબ્રુઆરીમાં ઇક્વિટીમાં રોકાણ માસિક ધોરણે 8 ટકા વધીને ₹25,965 કરોડ રહ્યું છે. બીજી તરફ, SIP દ્વારા થતું રોકાણ જાન્યુઆરીના ₹31,002 કરોડથી ઘટીને ₹29,845 કરોડ નોંધાયું છે. AMFI નું કહેવું છે કે, ફેબ્રુઆરીમાં કામકાજના દિવસો (Working Days) ઓછા હોવાને કારણે SIP માં ઘટાડો જોવા મળ્યો છે.

2 / 7
AMFI ના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની AUM (એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ) જાન્યુઆરીના ₹81.01 લાખ કરોડથી વધીને ₹82.02 લાખ કરોડની આસપાસ રહી છે. લાર્જકેપ ફંડ્સમાં ઇનફ્લો (રોકાણ) માસિક ધોરણે 5.3 ટકા વધીને ₹2,112 કરોડ રહ્યો છે. બીજી તરફ, મિડકેપ ફંડ્સમાં રોકાણ જાન્યુઆરીની સરખામણીએ 25.6 ટકા વધીને ₹4,003 કરોડ થયું છે. બીજું કે, સ્મોલકેપ ફંડ્સમાં થતું રોકાણ જાન્યુઆરી કરતા 32 ટકા વધીને ₹3,881 કરોડ પર પહોંચ્યું છે.

3 / 7
ફેબ્રુઆરીમાં Gold ETF માં રોકાણ જાન્યુઆરીની સરખામણીએ 78 ટકા ઘટીને ₹5,255 કરોડ રહ્યું છે, જ્યારે Silver ETF માંથી ₹826 કરોડનો ઉપાડ (નિકાસી) જોવા મળી છે. એકંદરે ETF ફંડ ઇનફ્લો જાન્યુઆરીના ₹15,006 કરોડથી ઘટીને ₹4,487 કરોડ રહ્યો છે.

4 / 7
ફેબ્રુઆરીના આંકડા દર્શાવે છે કે, રિટેલ રોકાણકારો હવે ખૂબ જ સ્માર્ટ થઈ ગયા છે. CNBC Awaaz ના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલનું કહેવું છે કે, ફેબ્રુઆરીનો મ્યુચ્યુઅલ ફંડ (MF) ડેટા ઘણો આશ્વાસન આપનારો છે. ભારતમાં રિટેલ રોકાણકારો હવે ઘણા સમજદાર બની ગયા છે. રોકાણકારોએ સોના અને ચાંદીમાં જ્યારે ભાવ તેની ટોચ (શિખર) પર હતા, ત્યારે રોકાણ કર્યું નથી પરંતુ ઇક્વિટી બજારમાં જ્યારે ઘટાડો આવ્યો, ત્યારે નાણાં રોક્યા છે. આ સ્થિતિને જોતા અહીંથી AMC (એસેટ મેનેજમેન્ટ કંપની) ના સ્ટોક્સ રી-રેટ (Re-rate) થઈ શકે છે.

5 / 7
માસ્ટર કેપિટલ સર્વિસીસના વેલ્થ મેનેજમેન્ટ વિભાગના AVP આકાંક્ષા શુક્લા જણાવે છે કે, મિડલ ઈસ્ટમાં જીઓપોલિટિકલ તણાવને કારણે સર્જાયેલી અસ્થિરતા હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ ફેબ્રુઆરીમાં મજબૂતી દર્શાવી છે. રોકાણકારોનો પ્રવાહ સ્થિર રહ્યો છે, જે બજારના ઉતાર-ચઢાવ વચ્ચે સમજદારીપૂર્વક પ્રતિસાદ આપવાની ક્ષમતાનો સંકેત છે. ફ્લેક્સી કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ જેવી ઇક્વિટી-ઓરિએન્ટેડ કેટેગરીમાં સારો ઇનફ્લો જળવાઈ રહ્યો છે. આ દર્શાવે છે કે, રોકાણકારો વિવિધ પ્રકારની અને ગ્રોથ-ઓરિએન્ટેડ વ્યૂહરચના પસંદ કરી રહ્યા છે.

6 / 7
આ સાથે જ, લિક્વિડ અને હાઇબ્રિડ ફંડમાં સતત જળવાયેલો સારો ટ્રેન્ડ એસેટ એલોકેશન પ્રત્યેના સંતુલિત અભિગમને દર્શાવે છે. એવામાં આ ટ્રેન્ડ સૂચવે છે કે, રોકાણકારો હવે લાંબાગાળાના રોકાણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને બજારના ઉતાર-ચઢાવનો ઉપયોગ લાંબાગાળાના રોકાણ માટેની તક તરીકે કરી રહ્યા છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: બજારમાં કડાકો છતાં અદાણીના શેરોમાં તેજી! શું રિલાયન્સની જેમ જ કોઈ ‘ગુડ ન્યૂઝ’ બહાર આવશે?

Follow Us
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો

રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video

આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા

મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી

ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video

સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર

બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો

વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ

બોરસદમાં ભાજપનો મોટો ખેલ ! AIMIMના કોર્પોરેટરને પાર્ટીમાં કર્યા સામેલ

g clip-path="url(#clip0_868_265)">