AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકેટની માફક ઉડશે આ ’10 શેર’, તમારા પોર્ટફોલિયોમાં કયા કયા સ્ટોક છે?

શેરબજારમાં તાજેતરના ઘટાડા પછી આઈટી (IT) સેક્ટરના શેર દબાણ હેઠળ છે પરંતુ બ્રોકરેજ ફર્મ નુવામા વેલ્થ મેનેજમેન્ટ (Nuvama Wealth Management) નું માનવું છે કે, લાંબાગાળે આ સેક્ટરની સંભાવનાઓ મજબૂત દેખાઈ રહી છે. આ જ કારણસર, બ્રોકરેજે ભારતની ટોચની 10 આઈટી સર્વિસ કંપનીઓ પર ‘Buy’ રેટિંગ આપ્યું છે.

| Updated on: Mar 11, 2026 | 5:19 PM
Share
બ્રોકરેજના નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં આ સેક્ટરમાં થોડા સમય માટે વધ-ઘટ (ઉતાર-ચઢાવ) જોવા મળી શકે છે પરંતુ મધ્યમ અને લાંબાગાળામાં આઈટી કંપનીઓની વૃદ્ધિ ચાલુ રહેવાની અપેક્ષા છે.

1 / 8
નુવામાએ તાજેતરમાં 04 મોટી આઈટી કંપનીઓના રેટિંગ વધારીને Buy કરી દીધા છે. આમાં HCLTech, Wipro, Tech Mahindra અને Hexaware Technologies જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. જો કે, બ્રોકરેજે આ કંપનીઓના ટાર્ગેટ પ્રાઈસમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે.

2 / 8
HCLTech નો ટાર્ગેટ પ્રાઈસ ઘટાડીને 1,550 રૂપિયા કરવામાં આવ્યો છે, જે પહેલા 1,700 રૂપિયા હતો. Wipro નો ટાર્ગેટ પ્રાઈસ 255 રૂપિયાથી ઘટાડીને 240 રૂપિયા કરવામાં આવ્યો છે. Tech Mahindra નો ટાર્ગેટ પ્રાઈસ 1,650 રૂપિયા પર યથાવત રાખવામાં આવ્યો છે. Hexaware નો ટાર્ગેટ પ્રાઈસ 690 રૂપિયાથી ઘટાડીને 550 રૂપિયા કરવામાં આવ્યો છે.

3 / 8
મળતી માહિતી અનુસાર, Coforge માટે Buy રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઈસ 2,100 રૂપિયા અને સંભવિત ઉછાળો 84% બતાવવામાં આવ્યો છે. Mphasis માટે ટાર્ગેટ પ્રાઈસ 3,100 રૂપિયા અને સંભવિત ઉછાળો 42% છે. LTIMindtree માટે ટાર્ગેટ પ્રાઈસ 6,100 રૂપિયા અને સંભવિત ઉછાળો 41% આપવામાં આવ્યો છે.

4 / 8
Tata Consultancy Services માટે ટાર્ગેટ પ્રાઈસ 3,300 રૂપિયા અને સંભવિત ઉછાળો 31% છે, જ્યારે Infosys માટે ટાર્ગેટ પ્રાઈસ 1,650 રૂપિયા અને સંભવિત ઉછાળો 27% બતાવવામાં આવ્યો છે. આ સિવાય Persistent Systems માટે ટાર્ગેટ પ્રાઈસ 6,000 રૂપિયા અને સંભવિત ઉછાળો 26%, Tech Mahindra માટે ટાર્ગેટ પ્રાઈસ 1,650 રૂપિયા અને સંભવિત ઉછાળો 24%, Hexaware Technologies માટે ટાર્ગેટ પ્રાઈસ 550 રૂપિયા અને સંભવિત ઉછાળો 24% આપવામાં આવ્યો છે. Wipro માટે ટાર્ગેટ પ્રાઈસ 240 રૂપિયા અને સંભવિત ઉછાળો 21% તથા HCLTech માટે ટાર્ગેટ પ્રાઈસ 1,550 રૂપિયા અને સંભવિત ઉછાળો 14% બતાવવામાં આવ્યો છે.

5 / 8
બ્રોકરેજના જણાવ્યા અનુસાર, તાજેતરના મહિનાઓમાં આઈટી સેક્ટરના શેરોમાં ઘટાડાનું મુખ્ય કારણ Gen-AI ટેકનોલોજીને લઈને વધતી ચિંતાઓ છે. રોકાણકારોને ડર છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા ઉપયોગથી પરંપરાગત આઈટી સર્વિસની માંગ ઓછી થઈ શકે છે.

6 / 8
એવામાં Nifty IT ઇન્ડેક્સ આ વર્ષના શરૂઆતના બે મહિનામાં 20% થી વધુ ગબડી ચૂક્યો છે. ઇન્ડેક્સમાં જોડાયેલ લગભગ તમામ કંપનીઓના શેરમાં 12% થી લઈને 30% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. નુવામાનું કહેવું છે કે, નવી ટેકનોલોજી આવવા છતાં આઈટી સર્વિસ કંપનીઓની જરૂરિયાત ખતમ નહીં થાય. કંપનીઓને અત્યારે પણ એવા નિષ્ણાતોની જરૂર પડશે કે, જે તેમની સિસ્ટમને ડિઝાઇન, મેનેજ અને કસ્ટમાઇઝ કરી શકે.

7 / 8
બ્રોકરેજનું માનવું છે કે, Gen-AI થી જોખમની સાથે સાથે નવી તકો પણ ઊભી થશે અને આઈટી કંપનીઓ આ તકોનો ફાયદો ઉઠાવી શકે છે. તાજેતરના ઘટાડા પછી આ શેરોનું વેલ્યુએશન પણ રોકાણની દૃષ્ટિએ આકર્ષક બની ગયું છે. નુવામાનું માનવું છે કે, ટૂંકાગાળામાં વધ-ઘટ (ઉતાર-ચઢાવ) શક્ય છે પરંતુ લાંબાગાળે ભારતીય આઈટી સેક્ટરની કહાની હજુ ખતમ થઈ નથી.

8 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: ભારતીય રોકાણકારો ચાલાક અને ચતુર નીકળ્યા… સોના-ચાંદીમાં રોકાણ ઘટાડ્યું, બજારના કડાકામાં ઇક્વિટી પર વધાર્યો ‘ભરોસો’

Follow Us
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી

જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર

સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !

નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર

ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો

રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી

દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ

150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'

ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક

g clip-path="url(#clip0_868_265)">