AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : ભારતમાં પહેલી વખત ઈચ્છામૃત્યુને મળી મંજૂરી, ચાલો શું હોય છે Euthanasia? કાનુન વિશે જાણો

ભારતમાં ઈચ્છામૃત્યુને લઈ સુપ્રીમકોર્ટેનો એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ચાલો ઈચ્છા મૃત્યુ શું છે. ભારતમાં તેના કાનુન શું કહે છે અને દુનિયાના ક્યાં દેશમાં આની પરવાનગી છે. તેના વિશે કાનુની સવાલમાં વિસ્તારથી જાણીએ.

| Updated on: Mar 12, 2026 | 6:55 AM
Share
 ભારતમાં ઈચ્છામૃત્યુને લઈ એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગાઝિયાબાદના એક કપલની અરજી પર નિર્ણય સંભળાવતા તેના દીકરાને ઈચ્છામૃત્યુની પરવાનગી આપી છે.આ કેસ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ સાથે જોડાયેલો છે.

1 / 7
રાણા દંપતિએ દીકરા હરીશ રાણા માટે ઈચ્છામૃત્યુની માંગ કરી હતી જે અંદાજે 12 વર્ષથી કોમામાં છે. કોર્ટે કહ્યું તેના સ્વસ્થ થવાની કોઈ આશા નથી. આ નિર્ણય જસ્ટિસ જેબી પરદીવાલા અને જસ્ટિસ કે.વી વિશ્વનાથનની બેન્ચે સંભળાવ્યો હતો. આ નિર્ણય બાદ ફરી એક વખત સવાલ ઉઠી રહ્યા છે કે, ઈચ્છા મૃત્યું શું છે. તેમજ ભારતમાં ઈચ્છામૃત્યુને લઈ કાનુન શું છે.

2 / 7
ઈચ્છામૃત્યુ (Euthanasia) આ એક પ્રકિયા છે. જેમાં કઈ દર્દીના જીવનને સમાપ્ત કરી દેવામાં આવે છે. જે લાંબા સમયથી દુખ અને ગંભીર બીમારીથી પસાર થઈ રહ્યા હોય. જેના સ્વાસ્થ થવાની કોઈ આશા ન હોય. સામાન્ય રીતે પરિવાર કે દર્દીની ઈચ્છા પર ડોક્ટર સારવાર બંધ કરી દે છે અને એવી દવા આપવામાં આવે છે. જેનાથી તેનું મૃત્યું થઈ જાય.

3 / 7
ઈચ્છા મૃત્યુના બે પ્રકાર છે. એક્ટિવ ઈચ્છા મૃત્યુ અને પૈસિવ ઈચ્છા મૃત્યું. એક્ટિવ ઈચ્છા મૃત્યુમાં દર્દીને એવી દવા કે ઈન્જેક્શન આપવામાં આવે છે. જેનાથી તેનું તરત મૃત્યું થઈ જાય. કેટલાક દેશમાં હજુ પણ તે ગેરકાયદેસર માનવામાં આવે છે. પૈસિવ ઈચ્છા મૃત્યુમાં સારવાર બંધ કરી દેવામાં આવે છે અથવા વેન્ટિલેટર જેવી લાઈફ સપોર્ટ મશીનને દુર કરવામાં આવે છે. ત્યારબાદ દર્દીનું મૃત્યું થઈ જાય છે.

4 / 7
ભારતમાં ઈચ્છા મૃત્યુના કોઈ કાનુન નથી પરંતુ કેટલીક શરતની સાથે પૈસિવ ઈચ્છા મૃત્યુની અનુમતિ આપવામાં આવી છે. વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટેના એક મહત્વના નિર્ણયમાં પેસિવ ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી હતી.

5 / 7
જે હેઠળ મેડિકલ બોર્ડની તપાસ જરુરી હોય છે. ડોક્ટરની ટીમ નક્કી કરે છે કે, દર્દી સ્વસ્થ થશે કે નહી. પરિવારની સંમતિ પણ જરુરી હોય છે.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">