AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બજારમાં કડાકો છતાં અદાણીના શેરોમાં તેજી! શું રિલાયન્સની જેમ જ કોઈ ‘ગુડ ન્યૂઝ’ બહાર આવશે?

બુધવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારમાં અદાણી ગ્રુપના ઘણા શેરોમાં જોરદાર હલચલ જોવા મળી હતી. બજારમાં જોવા મળેલી હળવી તેજી વચ્ચે અદાણી ગ્રુપના મોટાભાગના સ્ટોક્સ શરૂઆતી સમયમાં ગ્રીન ઝોનમાં (વધારા સાથે) ટ્રેડ કરતા દેખાયા હતા, જ્યારે કેટલાક શેરોમાં મામૂલી ઘટાડો પણ નોંધાયો હતો.

| Updated on: Mar 11, 2026 | 2:03 PM
Share
અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના સંકેતોએ બુધવારે (11 માર્ચ, 2026) ભારતીય શેરબજારની રફ્તાર રોકી દીધી છે. મોંઘવારી અને વૈશ્વિક ગ્રોથ પર સંભવિત અસરને લઈને રોકાણકારો સાવધ થઈ ગયા છે. આ કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ટ્રેડ થતાં જોવા મળ્યા હતા.

1 / 9
સેન્સેક્સ દિવસની ઊંચાઈથી 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 24,000 ના મહત્વના સ્તરની નજીક પહોંચી ગયો હતો. વિદેશી રોકાણકારો (FII) ની સતત વેચવાલી અને વધતી અસ્થિરતાએ પણ બજાર પર દબાણ વધાર્યું છે. એવામાં આ બધા વચ્ચે અદાણી ગ્રુપના શેરોમાં જોવા મળી રહેલી હલચલ ખરેખર રસપ્રદ છે.

2 / 9
શેરબજારના વર્તમાન ઉતાર-ચઢાવવાળા માહોલમાં પણ જ્યારે મોટાભાગના સ્ટોક્સ દબાણ અનુભવી રહ્યા છે, ત્યારે અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓ ગ્રીન ઝોનમાં (વધારા સાથે) કારોબાર કરી રહી છે, જે રોકાણકારો માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવે છે.

3 / 9
મળતી માહિતી મુજબ, ADANIPORTS અને ADANIPORTS APR FUT લગભગ 1% ના વધારા સાથે મજબૂતી દર્શાવી રહ્યા છે. બીજી તરફ, ADANIGREEN અને ADANIPOWER જેવા શેરોમાં પણ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો કે, ADANIENT અને ADANIENSOL માં નજીવો ઘટાડો જોવા મળ્યો છે.

4 / 9
બજાર પર વિદેશી રોકાણકારોની વેચવાલીનું પણ દબાણ જોવા મળી રહ્યું છે. 10 માર્ચના રોજ FIIs (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) એ આશરે ₹4,673 કરોડની વેચવાલી કરી હતી, જેની સામે DIIs (ઘરેલું સંસ્થાકીય રોકાણકારો) એ અંદાજે ₹6,333 કરોડની ખરીદી કરી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષથી FIIs ની વેચવાલી અને DIIs ની ખરીદીનો આ ટ્રેન્ડ સતત જળવાઈ રહ્યો છે.

5 / 9
Adani Ports and Special Economic Zone જેવા શેરમાં અંદાજે 0.96 ટકાની તેજી જોવા મળી હતી અને તે લગભગ ₹1437.80 ના સ્તર પર ટ્રેડ કરતો દેખાયો હતો. જો કે, પાછળથી આ જ શેરમાં કડાકો આવ્યો હતો. બીજી તરફ, Adani Green Energy માં પણ લગભગ 0.60 ટકાના વધારા સાથે શેર ₹862 ની આસપાસ પહોંચી ગયો હતો પરંતુ અંતે 1:15 વાગતાની આસપાસ આ જ શેર 856.25 પર ટ્રેડ  થઈ રહ્યો હતો.

6 / 9
ઊર્જા ક્ષેત્રની કંપની Adani Power માં પણ હળવો વધારો જોવા મળ્યો હતો અને તે આશરે ₹139.68 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. આવી જ રીતે શરૂઆતના સમયમાં સિમેન્ટ સેક્ટરની કંપનીઓ Ambuja Cements અને ACC Limited માં પણ સામાન્ય તેજી નોંધાઈ હતી.

7 / 9
Adani Enterprises માં લગભગ 0.28 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ₹1976.20 ના સ્તર પર પહોંચી ગયો હતો. Adani Energy Solutions માં પણ ઘટાડો નોંધાયો હતો અને શેર અંદાજે ₹999.70 ની આસપાસ ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.

8 / 9
શેરબજારમાં અત્યારે ચારેબાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે, એવામાં અદાણી ગ્રુપની કંપનીઓના શેર મજબૂતી સાથે ઉપર જઈ રહ્યા છે. આ જોઈને રોકાણકારોમાં એવી ચર્ચા તેજ થઈ છે કે, ટૂંક સમયમાં રિલાયન્સની જેમ જ અદાણી ગ્રુપ તરફથી પણ કોઈ સારા સમાચાર અથવા મોટી જાહેરાત આવી શકે છે. સામાન્ય રીતે જ્યારે આખું બજાર ઘટતું હોય અને કોઈ એક ગ્રુપના શેર વધતા હોય, ત્યારે તેની પાછળ કોઈ મોટું રોકાણ કે નવા પ્રોજેક્ટની શક્યતા હોય છે. અદાણી જેવા શેરોમાં જોવા મળી રહેલી આ તેજ હલચલ આવનારા સમયમાં કોઈ મોટા 'કોર્પોરેટ ન્યૂઝ' તરફ ઈશારો કરી રહી છે.

9 / 9
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Stock Market : દલાલ સ્ટ્રીટમાં મોટો ખેલ ! પડતા બજારમાં પણ આ 10 શેર્સે રોકાણકારોને કરાવ્યો ‘જોરદાર નફો’

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

g clip-path="url(#clip0_868_265)">