IPL 2025 : લખનૌ સહિત 5 ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર, હવે 21 મેના રોજ મુંબઈ-દિલ્હી વચ્ચે વર્ચ્યુઅલ નોકઆઉટ
IPL 2025માં ત્રણ ટીમો પ્લેઓફમાં પહોંચી છે. RCB, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું છે.હવે 21 મેના રોજ મુંબઈ-દિલ્હી વચ્ચે વર્ચ્યુઅલ નોકઆઉટ રમાશે.

આજે મુંબઈ અને દિલ્હી વચ્ચે જે મેચ હશે તે વર્ચ્યુઅલ નોકઆઉટ મેચ રમાશે. જો આ મેચ દિલ્હી કેપિટલ્સની ટીમ હારશે તો પ્લેઓફની રેસમાંથી બહાર થશે. તેના માટે જીત એક માત્ર વિકલ્પ છે.

આઈપીએલ 2025નો રોમાંચ હવે ખુબ વધ્યો છે. પ્લેઓફની જંગ રસપ્રદ બની રહી છે. અત્યારસુધી 3 ટીમોએ પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. જ્યારે 5 ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. હવે 2 ટીમ વચ્ચે ચોથા સ્થાન માટે ટકકર જોવા મળશે.

આ બંન્ને ટીમ છે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટ્લસની. મુંબઈ અને દિલ્હી વચ્ચે આજે 21 મેના રોજ વર્ચ્યુઅલ નોકઆઉટ મેચ રમાશે. જો આ મેચમાં દિલ્હીની ટીમ હારી તો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. તેના માટે જીત એક માત્ર વિકલ્પ છે.

આ પહેલા રવિવારના રોજ ડબલ હેડર મેચમાં 3 ટીમની પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થયું હતુ.ગુજરાત ટાઈટન્સ,રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સે ક્વોલિફાય કર્યું છે. તેમજ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ટીમની જો આપણે વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ,સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ સામેલ છે.

મુંબઈની ટીમની હજુ 2 મેચ બાકી છે. એક 21 મે આજે દિલ્હી કેપિટલ્સ સામે અને 26 મેના રોજ પંજાબ કિંગ્સ સામે. આ બંન્ને મેચમાં જીત થઈ તો પ્લેઓફમાં પહોચી જશે.જો મુંબઈની ટીમ દિલ્હી સામે હારી તો તેના 16 અંક થશે. દિલ્હીની પણ હજુ 2 મેચ બાકી છે. મુંબઈ સામે હાર્યા બાદ તેની સફર પૂર્ણ થઈ જશે. છેલ્લી મેચ જીતવા પર 15 અંક થશે. ટીમ મુંબઈની બરાબરી કરી શકશે નહી.દિલ્હી સામેની હાર મુંબઈનું સમીકરણ બગાડી શકે છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
































































