શાહબાઝ સનરાઇઝર્સ માટે રમશે, RCBમાં મયંક ડાગરની એન્ટ્રી RCB અને SRH વચ્ચે થયો ટ્રેડ
આઈપીએલ 2024 માટે રિટેન્શન લિસ્ટ જાહેર કરવાનો આજે છેલ્લો દિવસ છે.આરસીબીએ શાહબાઝ અહમદને IPL 2022 ના મેગા ઓક્શનમાં 2.4 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.સનરાઈઝર્સ હૈદરાબાદના મંયક ડાગરને આઈપીએલ 2023માં થયેલી હરાજીમાં ખરીદ્યો હતો

IPL 2024 ની હરાજી 19 ડિસેમ્બરે થશે. ટ્રેડિંગ વિન્ડો 26 નવેમ્બર સુધી ખુલ્લી રહેશે. અત્યાર સુધી રોમારિયો શેફર્ડ, દેવદત્ત પડિકલ અને અવેશ ખાનને તેમની ટીમોમાંથી અન્ય ટીમોમાં ટ્રેડ કરવામાં આવ્યા છે. ત્યારે વધુ 2 ખેલાડીઓ વચ્ચે પણ ટ્રેડ જોવા મળ્યો હતો.જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટ્રેડ થયો છે.

આઈપીએલ 2024 માટે રિટેન્શન લિસ્ટ જાહેર કરવાનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે મહત્વનો ટ્રેડ થયો છે. આ બંન્ને ફેન્ચાઈઝીએ એક એક ખેલાડીની અદલા-બદલી કરી છે. આરસીબીથી શાહબાઝ અહમદ સનરાઈઝર્સમાં આવી ગયો છે. અને સનરાઈઝના મયંક ડાગરની એન્ટ્રી આરસીબીમાં થઈ ગઈ છે.

આરસીબીએ શાહબાઝ અહમદને IPL 2022 ના મેગા ઓક્શનમાં 2.4 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. શાહબાઝએ આઈપીએલ 2022માં ખુબ ધમાલ મચાવી હતી. તેમણે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તે આરસીબીની કેટલીક જીત માટે મહત્વનો રહ્યો હતો. આ પ્રદર્શનના આધારે તેમણે ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરવાની તક મળી હતી. પરંતુ સ્પિન ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. IPL 2023માં પણ તેનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું.

સનરાઈઝર્સ હૈદરાબાદના મંયક ડાગરને આઈપીએલ 2023માં થયેલી હરાજીમાં ખરીદ્યો હતો. SRHએ આ બોલિંગ ઓલરાઉન્ડર પર 1.8 કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો હતો. મયંક માટે આ IPLની પ્રથમ સિઝન હતી. જોકે તેને આ સિઝનમાં માત્ર ત્રણ મેચ રમવાની તક મળી હતી.

શાહબાઝ અહમદને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 2020માં પોતાની ટીમમાં લીધો હતો અને ત્યારબાદ તે આજ ફેન્ચાઈઝીનો ભાગ રહ્યો હતો. 2022 ઓક્શન પહેલા તેને રિલીઝ કર્યો હતો પરંતુ ફ્રેન્ચાઈઝીએ ઓક્શનમાં તેને 2 કરોડ 40 લાખમાં બીજી વખત ખરીદ્યો હતો અને ગત્ત સિઝનમાં રિટેન થયો હતો પરંતુ આઈપીએલ 2023માં તેના પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતુ. જે એક મોટું કારણ છે તેના ટ્રેડનું. હવે જોઈ આ ખેલાડીઓની અદલા બદલી કેટલી સફળ નિવડે છે.

































































