IPL 2024: 17.5 કરોડની કિંમતના ખેલાડીને મળી સજા, RCBએ ઉઠાવ્યું મોટું પગલું
IPL 2024માં ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચમાં બંને ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, જેમાં એક ફેરફારે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. RCBએ ટીમના સૌથી મોંઘા ખેલાડી કેમરોન ગ્રીનને પ્લેઈંગ 11 માંથી ડ્રોપ કર્યો હતો. આ ખેલાડી સિઝનમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ જઈ રહ્યો હતો, એવામાં મુંબઈ સામેના મહત્વપૂર્ણ મુકાબલામાં RCBએ મોટો નિર્ણય લેતા ગ્રીનને ડ્રોપ કર્યો હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કેમેરોન ગ્રીનને 17.5 કરોડની મોટી કિંમતે ગુજરાતથી મુંબઈમાં ટ્રેડ કર્યો હતો. RCBને આશા હતી કે કેમેરોન ગ્રીન આવશે અને ટીમને મેચો જીતાડશે, પરંતુ થયું બિલકુલ ઊલટું.

મેચ જીતવાનું છોડો, કેમરૂન ગ્રીન એક-એક રન બનાવવા માટે તડપી રહ્યો હતો. આ જ કારણ છે કે RCBએ તેને મોટી સજા આપી છે.

RCBએ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં કેમેરોન ગ્રીનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો હતો. તેના સ્થાને જમણા હાથના બેટ્સમેન વિલ જેક્સને ટીમમાં જગ્યા મળી છે.

કેમરૂન ગ્રીને 5 મેચમાં માત્ર 68 રન બનાવ્યા હતા. તેની એવરેજ માત્ર 17 રહી હતી. એટલું જ નહીં, તેનો સ્ટ્રાઈક રેટ પણ માત્ર 107 જ હતો.

બોલિંગમાં કેમરૂન ગ્રીનને માત્ર 2 વિકેટ મળી હતી. આ ખેલાડીએ 9.40 ઓવરના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા. આ જ કારણ છે કે RCBએ આકરો નિર્ણય લેવો પડ્યો હતો.
