IPL 2024: DC vs SRH વચ્ચેની મેચમાં કાવ્યા મારનની ટીમે કર્યો કમાલ, આ એક ઓવર જેમાં સમેટાઈ ગઈ આખી દિલ્હીની ટીમ
સનરાઈઝર્સ હૈદરાબાદે બોલરો અને બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલ્સને 67 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ટ્રેવિસ હેડના 32 બોલમાં 89 રન, અભિષેક શર્માના 12 બોલમાં 46 રન અને શાહબાઝ અહેમદના 29 બોલમાં અણનમ 59 રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 266 રન બનાવ્યા હતા. આખી મેચમાં હૈદરાબાદની એક ઓવર દિલ્હીને ખૂબ મોંઘી પડી હતી. જોકે આ બાદ

દિલ્હી કેપિટલ્સનની હૈદરાબાદ સામે 67 રનથી હાર થઈ છે. હૈદરાબાદની બેટિંગમાં 276નો ટાર્ગેટ મળ્યા બાદ જવાબમાં દિલ્હી માટે જેક ફ્રેઝર મેકગર્કે તોફાની ઇનિંગ રમી હતી અને 18 બોલમાં 65 રન બનાવ્યા હતા, પરંતુ તેના આઉટ થયા બાદ દિલ્હીનો દાવ ખોરવાઈ ગયો હતો અને ટીમ 19.1 ઓવરમાં 199 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

દિલ્હી માટે કેપ્ટન ઋષભ પંતે 35 બોલમાં 44 રન બનાવ્યા હતા. હૈદરાબાદ માટે ટી. નટરાજને ચાર ઓવરમાં 19 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

નટરાજને 19મી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે કોઈ રન આપ્યા ન હતા. નટરાજને તેની ચાર ઓવરમાં માત્ર 19 રન આપીને દિલ્હીની કુલ 4 વિકેટ લીધી હતી.

IPLમાં આ નટરાજનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે પહેલા બોલ પર અક્ષર પટેલ, ત્રીજા બોલ પર એનરિક નોર્કિયા અને ચોથા બોલ પર કુલદીપ યાદવને આઉટ કર્યો હતો.

19 ઓવર પછી દિલ્હીનો સ્કોર 9 વિકેટે 199 રન પર ઓલ આઉટ થયું હતું. હૈદરાબાદ તરફથી ટ્રેવિસ હેડે 89, અભિષેક શર્માએ 46 અને શાહબાઝ અહેમદે અણનમ 59 રન બનાવ્યા હતા. ત્યારબાદ બોલિંગમાં ટી નટરાજને 4 વિકેટ ઝડપી હતી.






































































