AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 New rules : 16મી સિઝનમાં આ પાંચ નવા નિયમો થશે લાગુ, નિયમોને કારણે વધશે આઈપીએલનો રોમાંચ

IPL 2023 New rules : 31 માર્ચથી આઈપીએલની 16મી સિઝનની શરુઆત થવા જઈ રહી છે. આઈપીએલની નવી સિઝનમાં પાંચ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યાં છે. આ નિયમો આઈપીએલના રોમાંચને વધારે છે. ચાલો જાણીએ આ નિયમો વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 11:26 PM
Share
DRS નો ઉપયોગ વધ્યો: હવે રિવ્યૂ માત્ર વિકેટ જ નહીં પરંતુ નો બોલ અને વાઈડ બોલ માટે પણ લેવામાં આવી શકે છે. WPL માં પ્રથમ વાર આ નિયમ લાગુ કર્યા બાદ હવે IPL માં પણ લાગુ કરવામાં આવી રહ્યો છે. BCCI નો હેતુ આમ કરવા પાછળ અંપાયરોની ભૂલને ઘટાડવા માટેનો છે.

1 / 5
 ફિલ્ડર-વિકેટકીપરની મૂવમેન્ટ પર નિયમઃ મેચ દરમિયાન ફિલ્ડર કે વિકેટકીપર બીનજરુરી રીતે મૂવમેન્ટ કરતા નજર આવશે તો, તે અયોગ્ય ગણીને તેના માટે બેટિંગ ટીમના ખાતામાં 5 રન ઈનામના રુપે ઉમેરવામાં આવશે. આ બોલને ડેડ બોલ પણ ગણવામાં આવશે.

2 / 5
 ઓવર પૂરી કરવા આગ્રહઃ બોલિંગ ટીમ દ્વારા નિર્ધારીત સમયમર્યાદામાં ઓવર પૂરી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. આમ છતાં પણ ટીમ વધુ સમય લે છે અને નિર્ધારીત સમય પૂર્ણ થાય છે તો, બાકીની ઓવર્સ દરમિયાન 30 ગજના સર્કલની બહાર 4 ફિલ્ડરોને જ રાખી શકાશે.

3 / 5
 પ્લેઈંગ ઈલેવનઃ સૌથી મોટો ફેરફાર પ્લેઈંગ ઈલેવનને લઈ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ હવે ટોસ પહેલા નહીં પરંતુ ટોસ બાદ પ્લેઈંગ ઈલેવન કેપ્ટન દ્વારા એલાન કરવામાં આવશે. આ પહેલા ટોસ પહેલા જ અંતિમ ઈલેવનની યાદી સોંપવામાં આવતી હતી. હવે ટોસ બાદ કેપ્ટન પોતાની પ્લેઈંગ ઈલેવન એલાન કરતી વખતે ટોસના પરિણામ આઘારે યાદી જાહેર કરી શકે છે. આ માટે અંતિમ ઈલેવનની બે યાદી કેપ્ટન પોતાની પાસે ટોસ સમયે રાખશે. આમ હવે ટોસ જીતવા સાથે ફાયદો લેવાની ટીમને હવે વધારે ફાયદો નહીં મળી શકે.

4 / 5
ઈમ્પેક્ટ પ્લેયરઃ ટોસ સમયે ટીમનો સુકાની પોતાની અંતિમ ઈલેવનમાં 4 ખેલાડીઓને સબ્સ્ટીટ્યૂટના રુપમાં સામેલ કરી શકશે. આ ખેલાડીઓનો ઉપયોગ ઈમ્પેક્ટ પ્લેયરના રુપમાં કરી શકાશે. જેને ઈનીંગની શરુઆત અથવા અંતમાં કરી શકાશે. આ સિવાય કોઈ વિકેટ ગુમાવવાની સ્થિતીમાં પણ આ સબ્સ્ટીટ્યૂટ કરી શકાશે. જોકે જે ખેલાડી એક વાર સબ્સીટ્યૂટ થઈને મેદાનથી બહાર થયો તેણે પૂરી મેચમાં બહાર રહેવુ પડશે. કોઈ પણ સંજોગોમાં બેટિંગ કુલ મળીને 11 ખેલાડીઓ જ કરી શકશે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">