IPL 2023 Auction: આ 6 ઓલરાઉન્ડર પર વર્ષી શકે છે કરોડો રુપિયા, હરાજીમાં ટીમો વચ્ચે થશે પડાપડી
405માંથી 6 ઓલરાઉન્ડર ખેલાડીઓ એવા છે, જેના પર તમામ ટીમો હરાજીમાં ઉતરી શકે છે. આ 6 ખેલાડીઓ તમામ ટીમોના હોટ ફેવરિટ છે.

કોચ્ચિમાં 23 ડિસેમ્બરના રોજ બપારે 2.30 કલાકે આઈપીએલ 2023નું મીની ઓક્શન શરુ થશે. શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 272 ખેલાડી ભારતીય અને 132 ખેલાડીઓ વિદેશી છે જ્યારે 4 ખેલાડીઓ એસોશિએશન દેશના છે. આ તમામ ખેલાડીઓમાંથી 6 ઓલરાઉન્ડર ખેલાડીઓ પર તમામની નજર રહેશે.

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ ફરી એકવાર આઈપીએલ ઓક્શનમાં ધૂમ મચાવી શકે છે. તેના પ્રદર્શનને કારણે તે દરેક ટીમની પહેલી પસંદ બની રહેશે.

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સૈમ કુરને પોતાની ટીમને ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવી હતી. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ છે.

ઝિમ્બાબ્વેના દિગ્ગજ ખેલાડી સિકંદર રઝાની બેઝ પ્રાઈઝ 50 લાખ છે. આ ખેલાડી પર પણ કરોડો રુપિયા વર્ષી શકે છે.

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કૈમરન ગ્રીન પોતાના ટી20 મેચોના પ્રદર્શનને કારણે હોટ ફેવરિટ પ્લેયર બની શકે છે.

ઓડિયન સ્મિથ એક તોફાની ઓલરાઉન્ડર છે. તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રુપિયા છે.

બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રુપિયા છે. ગયા વર્ષે તે આઈપીએલનો ભાગ બન્યો ન હતો. આ વર્ષે તેના પર બોલી લગાવવા માટે ટીમો પડાપડી કરી શકે છે.