IND vs NZ: ઈશાન કિશનનુ કંગાળ ફોર્મ બન્યુ ચિંતાનુ કારણ, 12 મેચથી અડધી સદી નોંધાવી શક્યો નથી
ટીમ ઈન્ડિયાને માટે ઓપનીંગની સમસ્યા સતાવી રહી છે. ઈશાન કિશનના બેટથી ટી20 ક્રિકેટમાં છેલ્લી કેટલીક મેચોથી રન નથી નિકળી રહ્યા, જે હવે ભારત માટે ચિંતાનુ કારણ બની રહ્યુ છે.

ઈશાન કિશનને ખરાબ ફોર્મને લઈ ઓસ્ટ્રેલિયામા રમાયેલા ટી220 વિશ્વકપમાં સ્થાન મળી શક્યુ નહોતુ. ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા ઈશાન કિશન પર ત્યારબાદ ફરી ભરોસો રાખવામાં આવ્યો હતો અને ટી20ની ભારતીય સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો. તેને સતત ટી20 ક્રિકેટમાં અંતિમ ઈલેવનમાં સ્થાન મળવા લાગ્યુ પરંતુ, તે ભરોસામાં પાર ઉતર્યો નથી. તે ઓપનિંગની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે, જોકે તે કોઈ જ પ્રભાવિત ઈનીંગ રમી રહ્યો નથી.

ટી20 ક્રિકેટમાં તે તેના અસલી રંગમાં જોવા નથી મળી રહ્યો. હાલમાં તે નબળા ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ટી20 સિરીઝની પ્રથમ મેચમાં પણ તે ઓપનિંગમાં ગિલ સાથે ઉતરી ફ્લોપ રહ્યો હતો. ભારત માટે ફરી એકવાર ખરાબ શરુઆત થઈ હતી.

ઈશાન કિશનની અંતિમ 10 ઈનીંગ પર એક નજર કરવામાં આવે તો, એ બતાવે છે કે તેનુ ફોર્મ હાલ કંગાળ ચાલી રહ્યુ છે. નિરાશ કરનારા ઈશાન કિશને અંતિમ 10 મેચોમાં એક પણ વાર અડધી સદી નોંધાવી શક્યો નથી. આ દરમિયાન તેણે 4, 1,2, 37, 10, 36, 11, 8, 3, 26 ના સ્કોરની ઈનીંગ રમી છે.

અંતિમ વાર ઈશાને અડધી સદી દક્ષિણ આફ્રિકા સામે નોંધાવી હતી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટી20 મેચમાં ઈશાને 54 રનની ઈનીંગ રમી હતી. આ રમત ને 12 ઈનીંગ વિતી ચુકી છે.

જોકે ઈશાન કિશન વનડે ક્રિકેટમાં પ્રભાવિત કરનારુ પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ગત ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન વનડે સિરીઝમાં આક્રમક બેવડી સદી નોંધાવી હતી. આ સાથે જ તેણે અનેક રેકોર્ડ તોડી દીધા હતા. જોકે આવુ તોફાની પ્રદર્શન હાલમાં ટી20 ક્રિકેટમાં ઈશાનના બેટ વડે જોવા મળી રહ્યુ નથી.