Gujarati News » Photo gallery » Cricket photos » India Vs Australia Cheteshwar Pujara big threat for Australia IND vs AUS records stats preview Border Gavaskar Trophy
IND vs AUS: ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયા માટે મુસીબત, કાંગારુઓ સામે દિવાલ બની ઉભો રહે છે
આવતીકાલે ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની શરુઆત થઈ રહી છે. સિરીઝમાં ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયન ટીમ માટે મોટી સમસ્યા બની શકે છે, કાંગારુઓ સામે જબરદસ્ત સરેરાશ ધરાવે છે સૌરાષ્ટ્રનો આ ખેલાડી.
ગુરુવાર 9 ફેબ્રુઆરીથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની શરુઆત થવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયન ટીમ સતત વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનના નામથી મુશ્કેલી હોવાનો માહોલ દર્શાવી રહી છે. જોકે આ બંને સિવાય ભારતીય ટીમમાં ઓસ્ટ્રેલિયા માટે ખતરારુપ બીજા પણ કેટલાક ખેલાડીઓ છે. જેમાંથી એક નામ ચેતેશ્વર પુજારાનુ છે. પુજારા મજબૂત દિવાલ ઓસ્ટ્રેલિયા સામે મનાય છે.
1 / 5
ઓસ્ટ્રેલિયા માટે ચિંતા બનાવી શકે એવો રેકોર્ડ ચેતેશ્વર પુજારા તેમની સામે ધરાવે છે. ટેસ્ટ ક્રિકેટમાં પુજારાની સરેરાશ 44.39 છે, જોકે ઓસ્ટ્રેલિયા સામે તેની સરેરાશ 54 રનથી વધારેની છે. એટલે કે પુજારા દિવાલની માફક કાંગારુઓ સામે ઉભો રહી શકે છે.
2 / 5
મોટી ઈનીંગની વાત કરવામાં આવે તો, ઓસ્ટ્રેલિયા સામે ચેતેશ્વર પુજારાએ એકવાર બેવડી સદી નોંધાવી છે. ઓસ્ટ્રેલિયન ટીમ સામે પુજારાએ કુલ 5 ટેસ્ટ સદી નોંધાવી છે. જ્યારે 10 અડધી સદી નોંધાવી ચુક્યો છે.
3 / 5
ઘર આંગણે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામેનો પુજારોનો રેકોર્ડ જોવામાં આવે તો, ઓસ્ટ્રેલિયા સામે 9 ટેસ્ટ મેચ પુજારા રમ્યો છે. જેમાંથી તેણે 900 રન ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં નોંધાવ્યા છે. પુજારા ભારતમાં કાંગારુઓ સામે 64.28 ની સરેરાશ ધરાવે છે. જ્યારે આ દરમિયાન તેણે 2 સદી અને 5 અડધી સદી નોંધાવી છે.
4 / 5
પુજારાએ અત્યાર સુધીમાં 98 ટેસ્ટ મેચ 2010 થી અત્યાર સુધીમાં રમી છે. જેમાં તેણે 19 સદી અને 34 અડધી સદી સાથે 7014 રન નોંધાવ્યા છે. પુજારા હવે 100 ટેસ્ટ મેચ પુરી કરવાની નજીક પહોંચી ચુક્યો છે. જે મુકામ દિલ્લીમાં તે હાંસલ કરી શકે છે.