IPL 2025 : અમદાવાદમાં IPL 2025ની ફાઈનલને લઈ હોટલ ફુલ, તો ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
આઈપીએલની બીજી ક્વોલિફાયર 1 જૂને અને ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદમાં યોજાશે. જેને લઈ બેંગ્લોર થી અમદાવાદ બંને શહેરોના ફ્લાટના ભાવમાં વધારો થયો છે. કારણ કે, બેંગ્લોરની ટીમ તો ફાઈનલમાં આવી ચૂકી છે. ત્યારે આરસીબીના ચાહકો અમદાવાદ આવવા માટે ફ્લાઈટની ટિકિટ બુક કરવા લાગ્યા છે.

આરસીબી સામે આઈપીએલની ફાઈનલમાં , મુંબઈ, ગુજરાત અને પંજાબ કિંગ્સ આ ત્રણ ટીમમાંથી કોઈ એક ફાઈનલમાં રમશે. તો હવે આ ટીમના ખેલાડીઓ પણ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે ફ્લાઈટની ટિકિટ બુક કરાવી રહ્યા છે.

આરસીબીની ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરી છે, ત્યારે મુંબઈ, ગુજરાત અને પંજાબ કિંગ્સના ચાહકો પણ ફાઈનલમાં તેની ટીમ આવે એવી પ્રાર્થના કરી રહ્યા છે. દુર દુરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2025ની ફાઈનલ મેચ જોવા આવશે.

આઈપીએલ 2025ની બીજી ક્વોલિફાયર 1 જૂનના રોજ અને ફાઈનલ મેચ 3 જૂનના રોજ અમદાવાદમાં રમાશે. આઈપીએલની ફાઈનલ અને ક્વોલિફાય 1 માટે દેશભરમાંથી ચાહકો અમદાવાદ આવશે.

એક બાજુ હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર અમદાવાદની કેટલીક હોટલો 3 જૂનના દિવસ માટે હાઉસફુલ થઈ ગઈ છે. ત્યારે એરલાઇન્સેનાં પણ આ દિવસો દરમિયાન અમદાવાદ સુધીની ફ્લાટના ભાડામાં ધરખમ વધારો જોવા મળ્યો છે.

દિલ્લી, મુંબઈ અને બેંગલોર જેવા શહેરોથી લોકો મોટી સંખ્યામાં અમદાવાદ પહોંચશે. ત્યારે એરલાઇન્સનાં ભાડામાં પણ અનેક ગણો વધારો જોવા મળ્યો છે. જે પહેલા સાવ ઓછો હતો.

એક બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં વિરાટ કોહલીના ચાહકો મોટી સંખ્યામાં છે. તેના ચાહકો આ ફાઈનલ મેચ જોવાની તક છોડશે નહી.હવે આઈપીએલની ફાઈનલમાં આરસીબી સામે કઈ ટીમ આવશે. તે 1 જૂનના રોજ ખબર પડશે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
