Akshar Patel Wedding : ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ બાદ કાલે ગુજ્જુ ક્રિકેટર અક્ષર પટેલ પર લગ્નના બંધનમાં બંધાયો છે. આજે તેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તે બધા વચ્ચે તેના રિસેપ્શનના કેટલાક Exclusive ફોટો TV9 ગુજરાતી પાસે છે.
અક્ષર પટેલ ગઈકાલે ગર્લફ્રેન્ડ મેહા સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. તેના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે. ક્રિકેટ મેચમાં વ્યસ્ત હોવાને કારણે ઘણા ક્રિકેટરો તેના લગ્નમાં હાજરી આપી શક્યા ન હતા.
1 / 6
આજે નડિયાદમાં અક્ષર અને મેહાનું રિસેપ્શન યોજાયું છે. તે રિસ્પેશન સ્થળ, રિસ્પેશનનું મેન્યુ અને કંકોત્રીના ફોટો તમે અહીં જોઈ શકો છો.
2 / 6
રિસેપ્શનનું મેન્યુમાં અલગ અલગ જાતની વાનગીઓ પણ જોઈ શકાય છે.
3 / 6
આ અહેવાલમાં જોવા મળતા રિસેપ્શનના ફોટો ટીવી9 ગુજરાતીને રિસેપ્શન પહેલાના મળ્યા છે.
4 / 6
આ ફોટો રિસેપ્શન શરુ થવા પહેલા રિસેપ્શનની તૈયારીના છે.
5 / 6
રિસેપ્શનની કંકોત્રી અનુસાર આજે 27 જાન્યુઆરીના રોજ નડિયાદમાં રિસેપ્શન યોજાયું હતું.