છેલ્લા ૧૫ વર્ષથી સામાજિક, રાજકીય, ખેતી- પશુપાલન જેવાં વિષયોનું રિપોર્ટિંગ અને લેખન તેમનાં રસનાં વિષયક્ષેત્રો રહ્યાં છે સાથે પ્રકૃતિનાં વિષયને કેન્દ્રમાં રાખી ફોટોગ્રાફીનાં ક્ષેત્રમાં પણ ઉત્તમ કામગીરી કરી રહ્યાં છે મધ્ય ગુજરાતનાં છેવાડાનાં ગામડાંઓના વિવિધ પ્રશ્નોને વાચા આપવામાં સતત પ્રયત્નશીલ રહ્યાં છે તેઓ ચરોતરનાં પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડુતોની ખેતીની અવનવીન પદ્ધતિ – પડકારો અને પ્રશ્નોને સમાચારના માધ્યમથી રાજ્યભરના ખેડુતો સુધી પહોંચાડ્યાં છે પત્રકારત્વની સાથે તેઓ ચરોતરની શાળા -મહાશાળા અને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે અવનવાં વિષયો પર ચર્ચા વિમર્શ કરતાં રહે છે ૨૦૧૯માં ધર્મપત્ની રોહિણીનાં કેન્સરમાં અવસાન બાદ તેઓ જુદી -જુદી સંસ્થાઓ સાથે સંકળાઈને કેન્સર જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ છે