ODI World Cup Facts & Records: કોણે બનાવ્યા છે વિશ્વ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન?
ક્રિકેટ વનડે વિશ્વ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ થવા જઇ રહી છે. ક્રિકેટ વિશ્વ કપ 5 ઓક્ટોબર થી 19 નવેમ્બર વચ્ચે રમાશે. પ્રથમ મેચ 5 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને ફાઇનલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટ વિશ્ન કપ ઇતિહાસમાં ભારત બે વખત ચેમ્પિયન રહ્યુ છે. ભારતીય ક્રિકેટ ટીમે 1983 અને 2011માં વિશ્વ કપ જીત્યો હતો. તો નજર કરીએ તે બેટ્સમેન પર જેમણે ક્રિકેટ વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન કર્યા છે.

સચિન તેંડુલકર- 2278 રન. વિશ્વ ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે ક્રિકેટ વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી વધુ 2278 રન કર્યા છે. તેણે 44 ઇનિંગમાં 56.95ની એવરેજ સાથે રન કર્યા છે. તેમાં 6 સદી અને 15 ફિફટી સામેલ છે. (PC: Twitter)

રિકી પોન્ટીંગ- 1743 રન. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન પોન્ટીંગએ 1743 રન કર્યા છે. તેણે 42 ઇનિંગમાં 45.86ની એવરેજ સાથે 1743 રન કર્યા છે જેમાં 5 સદી અને 6 ફિફટી સામેલ છે. (PC: Reuters)

કુમાર સંગાકારા-1532 રન. શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારાએ 35 વિશ્વ કપ ઇનિંગમાં 56.74 ની એવરેજ સાથે 1532 રન કર્યા છે જેમાં 5 સદી અને 7 ફિફટી સામેલ છે. (PC: ICC Website)

બ્રાયન લારા- 1225 રન. વેસ્ટ ઇન્ડીઝ અને ક્રિકેટ ઇતિહાસના દિગ્ગજ બેટ્સમેન લારાએ 33 વિશ્વ કપ ઇનિંગમાં 42.24 ની એવરેજ સાથે 1225 રન કર્યા છે જેમાં 2 સદી અને 7 ફિફટી સામેલ છે. (PC: ICC Website)

એ બી ડી વિલીયર્સ- 1207 રન. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્રિકેટ વિશ્વ કપના ઇતિહાસમાં 63.52 ની એવરેજ સાથે 22 ઇનિંગમાં 1207 રન કર્યા છે જેમાં 4 સદી અને 6 ફિફટી સામેલ છે. (PC: ICC Website)