વિરાટ કોહલીની 100 સેન્ચુરીને કેમ લોજિકલ નથી ગણતો બ્રાયન લારા, જાણો
વિરાટ કોહલીએ વનડે વર્લ્ડ કપ 2023 દ્વારા વનડે ફોર્મેટમાં સૌથી વધુ 50 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હાલમાં કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 80 સદી ફટકારી છે, જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન બ્રાયન લારાએ કહ્યું કે શા માટે વિરાટ કોહલી માટે 100 સદીનો રેકોર્ડ તોડવો મુશ્કેલ હશે.

સચિન તેંડુલકરે પોતે કહ્યું હતું કે તેનો 100 સદીનો રેકોર્ડ વિરાટ કોહલી અથવા રોહિત શર્મા તોડી શકે છે. સચિને આ વાત ત્યારે કહી હતી જ્યારે રોહિત અને વિરાટ ભારતીય ટીમમાં યુવાન હતા. હવે જેમ જેમ ક્રિકેટ આગળ વધતી ગઈ તેમ તેમ સ્પષ્ટ થયું કે સચિન તેંડુલકરનો રેકોર્ડ જો કોઈ તોડી શકે છે તો તે માત્ર વિરાટ કોહલી જ છે. પરંતુ હવે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન બ્રાયન લારાએ કહ્યું કે કોહલી માટે સચિનનો રેકોર્ડ તોડવો ઘણો મુશ્કેલ હશે.

વિરાટ કોહલીએ વનડે વર્લ્ડ કપ 2023 દ્વારા વનડે ફોર્મેટમાં સૌથી વધુ 50 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હાલમાં કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 80 સદી ફટકારી છે, જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે. પરંતુ દિગ્ગજ અનુભવી બ્રાયન લારાએ કહ્યું કે આ લોજિકલ નથી.

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડીએ એક મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે કે “કોહલીની ઉંમર હવે કેટલી છે? 35 ના? તેની પાસે 80 સદી છે અને તેને હજુ 20 સદીની જરૂર છે. જો તે દર વર્ષે 5 સદી ફટકારે તો પણ તેને સચિનના રેકોર્ડની બરાબરી કરવા માટે 4 વર્ષની જરૂર પડશે અને ત્યાં સુધીમાં તે 39 વર્ષનો થઈ જશે. અઘરું, બહુ અઘરું કામ.”

આગળ વાત કરતાં બ્રાયન લારાએ કહ્યું, “ચોક્કસપણે કહી શકતો નથી કે કોઈ તોડી શકશે નહીં. જે લોકો કહી રહ્યા છે કે કોહલી સચિન તેંડુલકરનો 100 સદીનો રેકોર્ડ તોડી નાખશે તેઓ ક્રિકેટના લોજિક સાથે વાત નથી કરી રહ્યા. 20 સદીઓ ઘણી દૂર લાગે છે. મોટાભાગના ખેલાડીઓ તેમના આખી કરિયરમાં 20 સદી ફટકારી શકે છે. હું ઉત્સાહિત થઈને કહીશ નહી કે કોહલી તેને તોડી નાખશે.

બ્રાયન લારાએ વધુમાં કહ્યું, “ફક્ત કોહલી જ નજીક આવી શકે છે. હું તેની શિસ્ત અને સમર્પણનો મોટો ફેન છું. જે રીતે તે પોતાનું સર્વસ્વ આપીને મેચની તૈયારી કરે છે, તમે તેના ફેન કેવી રીતે ન બની શકો. મારી શુભેચ્છાઓ તેની સાથે છે. જો તે સચિન તેંડુલકરની જેમ 100 સદી ફટકારે તો મને ખૂબ આનંદ થશે. સચિન મારો પ્રિય મિત્ર હતો અને મેં અગાઉ કહ્યું તેમ હું કોહલીનો મોટો ફેન છું.
