AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન ક્રિકેટને વધુ એક ઝટકો, PSL બાદ આ મોટી ટુર્નામેન્ટો પણ અનિશ્ચિત સમય માટે રદ્દ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની સતત કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. આની અસર ક્રિકેટ પર પણ પડી છે. પહેલા PSL અનિશ્ચિત સમય માટે રદ્દ કરવામાં આવ્યું હતું અને હવે અનેક ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ મુલતવી રાખવામાં આવી છે.

| Updated on: May 11, 2025 | 6:38 PM
Share
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. પહેલા તેને પાકિસ્તાન સુપર લીગ અનિશ્ચિત સમય માટે રદ્દ કરવી પડી અને હવે તેને સ્થાનિક ટુર્નામેન્ટ પણ મુલતવી રાખવી પડી છે.

1 / 8
સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાત્કાલિક અસરથી પ્રેસિડેન્ટ્સ ટ્રોફી ગ્રેડ-II, રિજનલ ઈન્ટર-ડિસ્ટ્રિક્ટ ચેલેન્જ કપ, ઈન્ટર-ડિસ્ટ્રિક્ટ અંડર-19 ODI ટુર્નામેન્ટ મુલતવી રાખી છે.

2 / 8
PCBએ શનિવારે (10 મે) પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થયા પછી ટુર્નામેન્ટ ફરી શરૂ કરવામાં આવશે. આ માટે નવું શેડ્યૂલ શેર કરવામાં આવશે".

3 / 8
આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSL 2025 અનિશ્ચિત સમય માટે રદ્દ કરી દીધું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો હતો.

4 / 8
અગાઉ, PCBએ પાકિસ્તાનની બહાર UAEમાં PSLનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ UAEના ઈનકાર બાદ, PCBએ આ લીગને આગામી આદેશ સુધી મુલતવી રાખી હતી.

5 / 8
જ્યારે પાકિસ્તાને ભારત પર ડ્રોનથી હુમલો કર્યો ત્યારે ભારતે યોગ્ય જવાબ આપ્યો અને પાકિસ્તાન પર ડ્રોનથી હુમલો કરવાનું શરૂ કર્યું. આનાથી રાવલપિંડી સ્ટેડિયમને ઘણું નુકસાન થયું અને PCBએ તાત્કાલિક અસરથી PSL મેચો બંધ કરવી પડી.

6 / 8
ભારત અને પાકિસ્તાનમાં સતત થઈ રહેલા ડ્રોન હુમલાઓને કારણે PSLમાં રમતા વિદેશી ખેલાડીઓ ખૂબ જ ડરી ગયા હતા. કેટલાક ખેલાડીઓ તો રડવા પણ લાગ્યા. આ વાતનો ખુલાસો બાંગ્લાદેશી ખેલાડી રિશાદ હુસૈને કર્યો હતો.

7 / 8
રિશાદ હુસૈને કહ્યું, "ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિશેલે મને કહ્યું કે તે ક્યારેય પાકિસ્તાન નહીં આવે. સેમ બિલિંગ્સ, ડેરિલ મિશેલ, કુસલ પરેરા, ડેવિડ વિઝા, ટોમ કરન જેવા ઘણા વિદેશી ખેલાડીઓ ખૂબ જ ડરી ગયા હતા. " (All Photo Credit : X / INSTAGRAM)

8 / 8

પાકિસ્તાની આંતકીઓની નાપાક હરકતનો ભારતે ઓપરેશન સિંદૂરથી જવાબ આપ્યો, જે બાદ યુદ્ધની સ્થિતિ સર્જાઈ, જોકે બાદમાં યુદ્ધવિરામની જાહેરાત થઈ. બંને દેશ વચ્ચે તંગ હાલાતની અસર પાકિસ્તાન ક્રિકેટ પર પડી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">