Virat Kohli હતો બીમાર, છતાં ઓસ્ટ્રેલિયા પર કર્યો પલટવાર, ઈમોશનલ થઈને અનુષ્કાએ વ્યક્ત કર્યો પ્રેમ
વિરાટ કોહલીએ (Virat Kohli) ઓસ્ટ્રેલિયા પર પલટવાર કર્યો. તે બીમાર હતો, પરંતુ વિરાટ કોહલીએ હાર ન માની અને કોઈને ખબર પણ ન પડવા દીધી. વિરાટ માટે ઈમોશનલ થઈને અનુષ્કાએ પ્રેમ વ્યક્ત કર્યો છે.

વિરાટ કોહલીએ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે 186 રનની મોટી ઈનિંગ રમી હતી. તે તેની બેવડી સદી ચૂકી ગયો, પરંતુ વિરાટે આ ઈનિંગમાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. લગભગ 3 વર્ષ પછી તેના બેટથી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. (Anushka Sharma Instagram)

કોહલી બેવડી સદી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ટોડ મર્ફીનો શિકાર બની ગયો. તે મોટો શોટ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. આ સાથે તેને 364 બોલમાં 186 રન બનાવીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. કોહલીએ પોતાની ઈનિંગમાં 15 ચોગ્ગા ફટકાર્યા હતા. (Anushka Sharma Instagram)

કોહલી લગભગ 8 કલાક સુધી મેદાન પર બેટિંગ કરતો રહ્યો. ટીમ માટે સંઘર્ષ કરતો રહ્યો. તે ન તો અટક્યો કે ન થાક્યો. છેવટે ભારતને ઓસ્ટ્રેલિયા પર લીડ અપાવીને જ તે માન્યો. (BCCI Twitter)

કોહલી બીમાર હતો. પરંતુ વિરાટે કોઈને જાણ ન થવા દીધી કે તે બીમાર છે. તે મેદાન પર પૂરા ઉત્સાહમાં જોવા મળ્યો હતો. કોહલી બીમાર છે. આ જાણકારી તેની પત્ની અનુષ્કા શર્માએ આપી. (BCCI Twitter)

અનુષ્કા શર્માએ કોહલીની ઈનિંગ બાદ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઈમોશનલ પોસ્ટ શેયર કરી અને કહ્યું કે શાંતિથી બીમારીમાં રમવું. તમે હંમેશા મને પ્રેરિત કરો છો.